<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

 સનસનાટીપૂર્ણ અહેવાલ: ટ્રમ્પ અને પુતિનની મુલાકાત શરૂ થવા પહેલાં, અમેરિકાના બી–ટુ બોમ્બર પ્લેન પુટિન અને ટ્રમ્પના મસ્તક ઉપરથી તદ્દન નજીકથી ઉડ્યું:પૂટીન થોડીવાર માટે ચોંકી ગયેલ: શું અમેરિકાનું શક્તિ પ્રદર્શન? આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં મુત્સદ્દીગીરી અને શક્તિ પ્રદર્શનનું અનોખું પ્રદર્શન: મોડી રાત્રે મંત્રણા શરૂ થઈ ગઈ : જુઓ વિડીયો : ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની બેઠક પહેલાં, અમેરિકી વાયુસેનાના એક B-2 સ્ટીલ્થ બોમ્બર પ્લેને રશિયાની સરહદ નજીક પુટીન અને ટ્રમ્પની બરાબર ઉપરથી ઉડાન ભરી હોવાના અહેવાલો છે. આ ઘટનાને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય નિરીક્ષકો દ્વારા શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે.10:17 AM IST

ભારત માટે રાહતના સમાચાર: ટ્રમ્પની પુતિન સાથેની બેઠક બાદ ટેરિફની ચિંતા ખતમ ! ન્યૂઝ ફર્સ્ટ * આ નિર્ણય ભારતના ગુજરાત જેવા રાજ્યો માટે પણ મહત્વનો છે, જ્યાં સુરતના હીરા ઉદ્યોગ અને તિરુપુરના ટેક્સટાઇલ ઉદ્યોગ જેવા નિકાસ ક્ષેત્રો અમેરિકી બજાર પર નિર્ભર છે. ટેરિફ દૂર થવાના નિર્દેશથી આ ઉદ્યોગોને સ્પર્ધાત્મક રહેવામાં મદદ મળશે : ભારતે અગાઉ અમેરિકાને ઔદ્યોગિક ચીજવસ્તુઓ પર શૂન્ય ટેરિફ અને ૨૫ અબજ ડોલરના ઊર્જા ખરીદીની ઓફર આપી હતી, તેવું રોઇટર્સના અહેવાલમાં જણાવાયેલ: આ ઓફરથી બંને દેશો વચ્ચે વેપારી સંબંધોને મજબૂત કરવાની શક્યતા વધી હતી: હવે ટ્રમ્પના તાજેતરના નિવેદનથી ભારતના ટેક્સટાઇલ, રત્નો અને ફાર્મા જેવા નિકાસ ક્ષેત્રોને રાહત મળવાની આશા બંધાઈ10:23 AM IST

હવે ઝેલેન્સ્કીની વોશિંગ્ટન મુલાકાત ઉપર સૌની નજર: અલાસ્કા મિટિંગમાં પુતિને યુક્રેનના ખેર્સન અને ઝાપોરિઝિયા વિસ્તારોમાં ફ્રન્ટલાઇનને ફ્રીઝ કરવાની તૈયારી દર્શાવી: પરંતુ બદલામાં ડોનેત્સ્કમાંથી યુક્રેનિયન સૈન્યની સંપૂર્ણ પીછેહઠની માંગ કરી : આ જ પ્રસ્તાવને ગયા અઠવાડિયે યુરોપિયન અને યુક્રેનિયન નેતાઓએ નકારી કાઢ્યો હતો: ત્યારે અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે પુતિન ખાર્કિવ અને સુમીમાં કબ્જા કરેલા વિસ્તારો પર વાટાઘાટો કરવા તૈયાર છે: યુરોપિયન નેતાઓએ ટ્રમ્પના પ્રયાસોની પ્રશંસા કરી, પરંતુ યુક્રેન માટે મજબૂત સુરક્ષા અને રશિયાના વીટોને અસ્વીકાર કરવાનું જણાવ્યું : પુતિન ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ખેર્સન અને ઝાપોરિઝિયા વિસ્તારોમાંથી યુક્રેનિયન સૈન્યના સંપૂર્ણ પીછેહઠ અને નાટો સભ્યપદ છોડવાની માંગ પર અડગ રહ્યા: એક્સ પ્લેટફોર્મ પરના પોસ્ટ્સ અનુસાર, આ પ્રસ્તાવને 'યુક્રેનનું વેચાણ' ગણાવીને ભારે ટીકા થઈ રહી છે : વોલોડિમિર ઝેલેન્સ્કી સોમવારે વોશિંગ્ટનમાં ટ્રમ્પ અને અન્ય અધિકારીઓને મળશે: ઝેલેન્સ્કીએ ચેતવણી આપી કે રશિયા આગામી દિવસોમાં યુક્રેન ઉપર હુમલા વધારી શકે છે9:37 PM IST

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આજે સવારે આઠ વાગ્યે પૂરા થતા છેલ્લા ૨૪ કલાકમાં ૮ થી ૯ ઇંચ વરસાદ પડી ગયો છે ત્યારે ભારતીય હવામાન વિભાગે મુંબઈ માટે આગામી ૨૪ કલાક માટે ’રેડ એલર્ટ' જાહેર કરેલ છે, જેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે: વહેલી સવારથી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ: અંધેરી, કુર્લા, ચેમ્બુર, મિલન સબવે, ગાંધી માર્કેટ અને કિંગ્સ સર્કલ જેવા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા: ૨ ના મોત : મુંબઈ પોલીસે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે. ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, જ્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા છે. આ વરસાદને કારણે ગુજરાતમાં પૂર, ભૂસ્ખલન અને ટ્રાફિકમાં અવરોધનું જોખમ છે.10:34 AM IST

વિશ્વમાં ઠેર ઠેર સંઘર્ષ સર્જાતા જાય છે: સર્બિયામાં શાસક પક્ષની નીતિઓ અને સરકારી ભ્રષ્ટાચાર તથા પ્રેસની સ્વતંત્રતા પર અંકુશ મૂકવા સામે જબરજસ્ત વિરોધ દેખાવો: શાસક પક્ષના કાર્યાલયમાં મોટાપાયે તોડફોડ: બળ પ્રયોગ: અનેક ઘવાયા, અનેકની ધરપકડ: હજારો લોકો અને વિદ્યાર્થી સંઘો જોડાયા : સર્બિયાના નોવી સૅડ શહેરમાં પ્રચંડ વિરોધ પ્રદર્શન દરમિયાન વિરોધકર્તાઓએ શાસક પક્ષના કાર્યાલયમાં તોડફોડ કરી. આ ઘટના બાદ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ પ્રદર્શનનું કારણ, શાસક પક્ષની નીતિઓ અને સરકારી ભ્રષ્ટાચાર સામેનો રોષ હતો. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલો છે.10:34 PM IST