<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

ફકત બે માસમાં ૧૫ લાખના ૧૫૦ મોબાઇલ અમદાવાદ પોલીસે પરત અપાવ્‍યા

જેની આશા છોડી દીધી હતી એ મોબાઇલ મળતા ઘણા યુવાનો તો લોટરી લાગી હોય તે રીતે પોલીસ મથકમાં જ પોલીસનો જયજયકાર કર્યો : સામાન્‍ય સ્‍થિતિના વાલીઓ દ્વારા ઊછી ઉધારા, લોન લઇ મોબાઇલ પોતાના સંતાનોને અપાવ્‍યા હોય તે ચોરી થાય અને પરત ન મળે તો એ વડિલોની દશા શું થાય? : માનવીય અભિગમ ધરાવતા પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિકને તેમના જેવા વિચાર ધરાવતા સેક્‍ટર વડા જયપાલસિંહ રાઠોડ, રવિ સેની અને વિશેષ તાજેતરમાં જેમને ડીસીપી દરજ્જે બઢતી મળી છે, તેવા રાજકોટ જિલ્લાના પ્રદિપસિંહ જાડેજા ટીમના અનુકરણીય કાર્ય વિષે જાણી પોલીસનું એક બીજું રૂપ પણ જોવા મળશે

રાજકોટ તા.૨:  કાયદો વ્‍યવસ્‍થાની જડબેસલાક સ્‍થિતિ, બીએસએફ બેક ગ્રાઉન્‍ડને કારણે પ્રવર્તમાન સ્‍થિતિમાં સ્‍લીપર સેલ,ભાડે અપાતા મકાનનો સંપૂર્ણ ડેટા પોલીસ મથક પાસે રાખવા સહિતની રણનીતિ ઘડનાર સિનિયર IPS જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક લોકોના પ્રશ્ને ખૂબ જાગળત પોતાના માનવીય અભિગમથી રહે છે. આવા ડીજી લેવલના સિનિયર અધિકારીને યોગાનુયોગ તેમના જેવા સહયોગી સેક્‍ટર વડા જયપાલસિંહ રાઠોડ, dcp રવિ સેની અને વિશેષ તાજેતરમાં એસીપીથી ડીસીપી લેવલે બઢતી મેળવનાર પ્રદિપસિંહ જાડેજા જેવાં મૂલ્‍યો અને માનવીય અભિગમ ધરાવતા અધિકારી મળ્‍યા છે.             

લોકોનો ચોરી, લૂંટાયેલ માલ પોલીસ દ્વારા પકડાયા પછી તે મુદામાલ પરત મેળવવામાં ખૂબ સમય જતો હોવાથી અને ઘણી વખત આવા સોનાના મુદામાલ પરત મળવામાં વિલંબને કારણે પોતાના સંતાનોના લગ્ન, જેવા પ્રસંગો વિલંબમાં પડે છે.  બીજું આજે મોબાઇલ ફોન વગરનો માનવી હોવો એ ભાગ્‍યેજ હોય છે. યુવાનોમાં માત્ર મોબાઇલ નહીં પણ તે સારી કંપનીનો હોવો એ ક્રેઝ છે. યુવા વર્ગેમાં અમુકને જમ્‍યા વગર દિવસ નીકળે પણ મોબાઇલ વગર બે ત્રણ કલાક પણ ન નીકળે.

સામાન્‍ય પરિવારના વડીલો પોતાની મરણ મુડી જેવો રકમ, ઉછી ઉધાર કે હપ્તે થી મોબાઇલ અપાવ્‍યા હોય છે. આવા મોબાઇલ ચોરી થયા પછી માત્ર યુવા નહીં, મોટી ઉંમરના લોકોને પણ મોબાઇલ તાકીદે નવા લેવા પડે છે. આવા મોબાઇલ પોલિસે ચોરોને પકડી કબજે કર્યે બાદ મુદામાલ પરત મેળવવામાં ખૂબ સમય જાય છે, એ આ પ્રેક્‍ટિકલ અધિકારીઓ સારી રીતે સમજે છે.લોકોને ચોર પકડાયે તુરંત બોલાવી, મુદામાલ પરત મેળવવા અરજી કરાવી અનેકોર્ટ પ્રક્રિયા ઝડપથી થાય અને લોકોને પરત મોબાઇલ મુદામાલ પરત મળે તેવી પ્રક્રિયા કરતા લોકો પણ આવા માનવીય અભિગમ ધરાવતા પોલીસ અધિકારીઓ અને સ્‍ટાફનો દિલથી આભાર માન્‍યો. ઝોન ૬ lcb ટીમ બે માસમાં ૧૫૦ મોબાઇલ. પરત અપાવ્‍યા છે.

(2:23 PM IST)