<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

અમદાવાદમાં વરસાદી પાણી ન ભરાય તે અંગે શું કરવું ? : મનપા ખાતે પ્રિમોન્સૂન એક્શન પ્લાનને લઈને બેઠક યોજાઈ

ચોમાસામાં કઈ જગ્યા પર પાણી ભરાય છે તેવા સ્પોર્ટ પર ઝડપથી કામગીરી કરવી તેને લઈને સૂચના: પાણી ભરાય ત્યાં કલાકની દરમિયાન પાણી ઉતરી જાય તેવી ઝડપથી કામગીરી થાય તેવો પ્લાન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પ્રિમોન્સૂન એક્શન પ્લાનને લઈને બેઠક યોજાઈ હતી. આ બેઠક અમદાવાદના મેયર પ્રતિભાજનની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન હાજર રહ્યા હતા. અમદાવાદમાં વરસાદ જ્યારે પડે ત્યારે શહેરમાં પાણી ન ભરાય તે અંગે શું કરવું તેને લઈને સત્તાધીશો અને અધિકારીઓ વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદીઓને વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે બેઠક યોજાઇ હતી અને કયા પ્રકારની કામગીરી કરવી તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ વખતે ચોમાસામાં કઈ જગ્યા પર પાણી ભરાય છે તેવા સ્પોર્ટ પર ઝડપથી કામગીરી કરવી તેને લઈને સૂચના આપવામાં આવી છે. જે જગ્યા ઉપર પાણી ભરાય છે ત્યાં કલાકની દરમિયાન પાણી ઉતરી જાય તેવી ઝડપથી કામગીરી થાય તેવો પ્લાન કરવામાં આવ્યો છે. આ સાથે જ અમુક જગ્યાઓ પર વરસાદ દરમિયાન ભુવા પડતા હોય છે ત્યારે તેવી જગ્યા ઉપર ત્વરિત ભૂવા પર પુરાણ કરવું અને તેની સાથે બેરીકેટ લગાવી દેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. 

બેઠકમાં વધુમાં રોડ રીસર્ફાઇઝની કામગીરી ઝડપી પૂર્ણ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. સ્કૂલો અને ઇમર્જન્સી સ્થળો પર મોડ ડ્રીલ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. 147 જેટલા વોટર લોગીન સ્પોર્ટ પર પાણી ન ભરાય તેવી કામગીરી કરવામાં આવે તેવા આદેશ આપવામાં આવ્યા છે. જોકે કેટલીક જગ્યા ઉપર વેસ્ટર્ન ટંક લાઈન અને કામગીરી જે ચાલી રહી છે તેને પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે.

AMC દ્વારા સોશિયલ મીડિયા મારફતે પણ નાગરિકો વરસાદને લગતી ફરિયાદો કરી શકે છે. અવારનવાર વરસાદના કારણે અંડરપાસ બંધ કરવાની પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે જ અન્ડર પાસમાં હેવી કેપીસીટી વાળા પંપ જે છે મૂકવામાં આવશે. જોકે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદ પહેલા જે પ્રિ મોન્સુન પ્લાન બનાવવામાં આવ્યો છે, તે તો ભારે વરસાદ આવ્યા પછી જ ખબર પડશે કે AMCએ ખરેખર કામ કર્યું છે કે પછી ખાલી વાતો જ કરી છે.

 

(7:44 PM IST)