News of Monday, 2nd June 2025
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ પાદરા માર્કેટ યાર્ડમા 400 રૂપિયા બોલાયો : જાણો 19 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતના 19 માર્કેટ યાર્ડમાં કુલ 8,194.90 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતના 19 માર્કેટ યાર્ડમાં કુલ 8,194.90 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ પાદરા માર્કેટ યાર્ડમા 400 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 275 રૂ. અને નીચો ભાવ 80 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય નડિયાદમાં 380 રૂ., ખંભાતમાં 360 રૂ., મહુવામાં 346 રૂ., અમદાવાદમાં 320 રૂ., ગોંડલમાં 246 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 8,194.90 ટન ડુંગળીની આવક થઇ છે.


(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
