News of Monday, 2nd June 2025
40 વર્ષથી ટપાલો પહોંચાડનાર સિનિયર પોસ્ટમેન હસમુખભાઈ વયનિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળાની MDG પોસ્ટ ઓફિસ ખાતે 40 વર્ષથી સંદેશા ઘરે ઘરે પહોંચાડનાર સિનિયર પોસ્ટમેન હસમુખભાઈ વયનિવૃત થતા પોસ્ટ ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિદાય આપતા હસમુખભાઈ ભાવવિભોર થઇ ગયા હતા.
રાજપીપળા સોનીવાડ ખાતે રહેતા હસમુખભાઈ કે.પરમાર 1986 માં પોસ્ટમેન તરીકે સેવામાં જોડાયા. રાજપીપલા ની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કામ કરતા કામ વધુ હોય કે ઓછું રજા હોય કે ત્યોહાર કાંઈ ના જોઈ બસ સેવા બજાવી પોતાનું કર્તવ્ય નિભાવ્યું 40 વર્ષની નોકરીમાં એક ફરિયાદ નહિ બસ દિલ લગાવીને કામગીરી કરી છે. આવા સિનિયર ને કર્મનિષ્ઠ કર્મચારી જયારે કચેરી છોડી જાય તો દૂખ થાય એ વ્યાજબી છે. હસમુખભાઈ પરમાર વયનિવૃત થતા પોસ્ટ.માસ્ટર અરુણભાઈ વસાવા સહીત સ્ટાફ ભેગા મળી હસમુખભાઈ ને શાલ ઓઢાળી શ્રીફળ આપી સ્મૃતિ ભેટ આપી અને ભવ્ય વિદાઈ આપી આગામી નિવૃત્તિ કાળ માં તેમનું નિરોગી સ્વાસ્થ્ય રહે એવી પ્રાર્થના સાથે વિદાઈ આપી હતી.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
