News of Monday, 2nd June 2025
કોલવાણ ગામે દીપડાનો શિકાર બનેલ 9 વર્ષીય બાળકીના પરિવારને વન વિભાગ દ્વારા ૧૦.લાખની સહાય અપાઈ
નર્મદામાં જંગલો ખતમ થઇ રહ્યા છે એટલે વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં ખોરાક પાણીની શોધમાં આવી જાય છે : સાંસદ મનસુખભાઈ વસાવા

(ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદાના સાગબારા તાલુકાના કોલવાણ ગામની સીમામાં એક જંગલી દીપડાએ ગામની 9 વર્ષની દીકરી શ્રેયલ વિશાલ વસાવા પર હુમલો કરી ખેંચી જઈ આ નિર્દોષ બાળકી મોતને ઘાટ ઉતારી દીધી, જેના લીધે લોકોમાં તીવ્ર આક્રોશ હતો. જોકે વન વિભાગે અને પોલીસે તાત્કાલિક જંગલી દીપડાને પકડવા પાંજરા પણ ગોઠવી દીધા હતાં.
ઘટનાની જાણ થતા તાત્કાલિક સાંસદ મનસુખ વસાવા અને ભાજપ અધ્યક્ષ નીલ રાવ દ્વારા કાયદા મુજબ જે પરિવારે દીકરી ગુમાવી છે તેમને મળતી આર્થિક સહાય મંજુર કરાવી સાંસદ મનસુખ વસાવા, ભાજપ અધ્યક્ષ નીલ રાવ, વન સંરક્ષક પૂર્વ, ફોરેસ્ટ ઓફિસર ને સ્થાનિક આગેવાનો એ પરિવાર ની મુલાકાત લીધી તેમને સાંત્વના આપી રૂપિયા 10 લાખ નો ચેક આપ્યો હતો.
આ બાબતે સાંસદ મનસુખભાઈ વસાવા એ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના એક જમાનામાં ઘનઘોર જંગલ હતા. હવે ધીરે ધીરે નષ્ટ થવા લાગ્યા છે.જેની જાળવણી નહીં થતા આ જંગલો ખતમ થઇ રહ્યા છે એટલે ખોરાક અને પાણી ની શોધમાં જંગલી જાનવરો રહેણાંક વિસ્તારમાં આવી જાય છે. જંગલ કપાતા બચાવો વધુ વૃક્ષો વાવી જેની માવજત કરી પુનઃ લીલુંછમ બનાવો પાણી ખોરાક ની સુવિધા જંગલમાં વધારવાની વન વિભાગના આધિકારીઓ ને સૂચના આપી હતી
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
