News of Monday, 2nd June 2025
કરજણ ડેમ પર ચેતવણીના બોર્ડ લાગ્યા હોવા છતાં શનિ. રવિવારની રજામાં લોકોની ભીડ
તંત્ર દ્વાર બોર્ડ લાગ્યા છે અને ત્યાં પોલીસ પણ નથી તેવામાં લોકો લટાર મારવા નીકળે ત્યારે કોઈ અણબનાવ બને તો જવાબદાર કોણ: તંત્રની ચેતવણીના બોર્ડની પરવાહ નહીં કરતા લોકો પર કાર્યવાહી જરૂરી

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમ પર સુરક્ષાને લઈ સવાલ ઉઠ્યા છે જેમાં ખાસ જોઈએ તો હાલમાં ત્યાં ચેતવણી ના બોર્ડ લાગવા છતાં લોકો ની આવન જાવન જોવા મળે છે
મળતી વિગતો મુજબ નાંદોદ તાલુકાના કરજણ ડેમ પર લાંબા સમયથી ચેતવણી ના બોર્ડ લગાડ્યા છે અને સમયાંતરે ડેમમાં ઓછું વત્તુ પાણી પણ છોડવામાં આવે છે પરંતુ હાલમાં સ્થિતિ જોઈએ તો આ ડેમ પર ચેતવણી ના બોર્ડ હોવા છતાં શનિવાર અને રવિવારની રજામાં ડેમની આસપાસ લોકો ફરતા જોવા મળી રહ્યા છે તો તંત્ર દ્વારા લગાવવામાં આવેલા બોર્ડનું જાણે ઉલ્લંઘન થતું હોય તેમ જણાય છે. તો શું અહીંયા રજાના દિવસો માં કોઈ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો નથી..?
આ મુદ્દે ડેમના મુખ્યુ ઇજનેર દૃષ્ટિબેન શાહ એ કહ્યું કે ત્યાં અમારી અલગ સિકયુરિટી મૂકેલી છે પોલીસ બંદોબસ્ત નથી પરંતુ ક્યારેક અમારા સિકયુરિટી આમ તેમ હોય તો લોકો ઘુસી જતા હોય અને હવે ચોમાસુ આવનાર છે તેવા સંજોગોમા ડેમ કે તેની આસપાસ લોકો ફરે એ જોખમી છે માટે આ બાબતે હું અમારા સિકયુરિટી અને જિલ્લા પોલીસ અધિક્ષક સાથે વાત કરી ત્યાં કડક બંદોબસ્ત મૂકવા તજવીજ હાથ ધરીશ
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
