<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

મા તુજે સલામ..આઈ લવ માય ઈન્‍ડિયા..જેવા ગીતો પર શંકર મહાદેવનનું પર્ફોમન્‍સઃ અક્ષય, અભિષેક, જેકલીન જમાવટ કરશે

દેશભક્‍તિની થીમ પર આઈપીએલનો સમાપન સમારોહઃ લેઝર શો : સેનાના ત્રણેય પાંખના વડા હાજર રહે તેવી સંભાવના નહિવતઃ આખું સ્‍ટેડીયમ તિરંગાના રંગોથી રંગાયુ

અમદાવાદઃ રોયલ ચેલેન્‍જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્‍સની ટીમ વચ્‍ચે આઇપીએલનું ટાઇટલ જીતવા મુકાબલો ખેલાશે. સાંજે ૪:૩૦થી પ્રેક્ષકોને સ્‍ટેડિયમમાં એન્‍ટ્રી આપવાનું શરૂ કરી દેવામાં આવશે. સાંજે ૬ કલાકથી સમાપન સમારોહનો પ્રારંભ થવાનો છે. જેમાં શંકર મહાદેવન દ્વારા ‘મા તુજે સલામ... લક્ષ્ય કો હર હાલ મેં પાના હૈ... , સબ સે આગે હેં હિન્‍દુસ્‍તાની..., આઇ લવ માય ઇન્‍ડિયા... જેવા ગીત પર પર્ફોમ કરવામાં આવશે.

ઈનિંગ્‍સ બ્રેક દરમિયાન લેઝર શોથી ચાહકોનું મનોરંજન કરાશે. સમાપન સમારોહમાં ગુજરાતી ગરબાનું પણ આયોજન કરાયું છે. અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્‍ડીઝ, અભિષેક બચ્‍ચન જેવા બોલિવૂડ સેલિબ્રિટિઝ પણ આજેની ફાઈનલ માટે અમદાવાદના અતિથિ બને તેવી સંભાવના છે. સેનાના ત્રણેય પાંખના વડાને પણ ફાઇનલ માટે આમંત્રણ આપવામાં આવ્‍યું હતું. પરંતુ તેઓ ઉપસ્‍થિત રહે તેની સંભાવના નહિવત્‌ છે.  સૂત્રોના જણાવ્‍યાનુસાર, આઇપીએલ ફાઈનલ માટે અત્‍યારસુધી ૮૫ હજારથી વધુ ટિકિટનું વેચાણ થઈ ચૂકયું છે. આ સિવાય ૨૫ હજાર જેટલી ટિકિટ રીઝર્વ રાખવામાં આવી છે. આજની ફાઇનલમાં સમગ્ર સ્‍ટેડિયમને તિરંગાના રંગોથી રંગવામાં આવશે. વિશાળ સ્‍ક્રીન પર પણ ભારતીય સેનાનો સતત આભાર માનતા મેસેજ મૂકવામાં આવશે.

ઈન્‍ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૫ની ફાઇનલ માટે અમદાવાદની કેફે, રેસ્‍ટોરન્‍ટમાં પણ વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં વિશાળ સ્‍ક્રીન પર ચાહકો મુકાબલો માણતાં-માણતાં ભોજન લઇ શકે તેવી ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક સોસાયટીમાં પણ વિશાળ સ્‍ક્રીન મૂકવામાં આવી છે.

વિદેશોમાં પ્રેક્ષકો માટે સ્‍ટેડિયમમાં ક્રિકેટ મેચ એટલે પિકનિક જેવો અવસર. પરંતુ આપણે ત્‍યાં સ્‍ટેડિયમમાં મેચ હાલાકીનું બીજું નામ બની જાય છે. ટિકિટ માટેની કંગાળ વ્‍યવસથાથી માંડીને વિવિધ ચક્રવ્‍યૂહ ભેદી હજુ પ્રેક્ષક સ્‍ટેડિયમમાં પહોંચી રાહતનો શ્વાસ લે ત્‍યાં બીજી મુસિબતો તેની રાહ જોતી હોય છે. પાણીની એક બોટલના રૂપિયા ૧૦૦, વેજિટેબલ સેન્‍ડવિચના રૂપિયા ૨૦૦, પીત્‍ઝાના રૂપિયા ૪૦૦થી વધુ, ભેળના રૂપિયા ૧૫૦, કોલ્‍ડ્રિન્‍કના રૂપિયા ૧૦૦ જેવા ચૂકવવા પડે છે. આ બેફામ ભાવ વસૂલનારા સામે ગ્રાહક સુરક્ષા વિભાગ ધ્રતરાષ્‍ટ્ર બને છે. ફૂડ સેફ્‌ટી ડિપાર્ટમેન્‍ટ પણ સ્‍ટેડિટયમાં અપાતા ભોજનની ગુણવાા ચકાસવા ફરકતું નથી.(૪૦.૨૮)

(3:18 PM IST)