<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

અમદાવાદમાં ઘરના વેચાણમાં ૨૩ ટકાનો ધરખમ ઘટાડોઃ લોકો કોઈ જોખમ લેવા તૈયાર નથી

એફોર્ડેબલ હાઉસિંગ માર્કેટ તરીકે જાણીતા અમદાવાદમાં હવે લોકો માટે ઘર ખરીદવું કપરૂ બની ગયું છે : બિલ્‍ડર્સ સતત નવા ઘર બનાવવાનું ચાલું રાખી રહ્યા છે પરંતુ ખરીદદારો વધારે સાવચેત બની ગયા છેઃ સપ્‍લાયમાં વધારો થયો છે, પરંતુ તેની સામે ડિમાન્‍ડમાં ઘટાડો

અમદાવાદ તા.૩: એફોર્ડેબલ હાઉસિંગ માર્કેટ તરીકે જાણીતા અમદાવાદમાં હવે લોકો માટે ઘર ખરીદવું કપરું બની ગયું છે. એક તરફ મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે, તો બીજી તરફ આર્થિક અનિヘતિતા વચ્‍ચે લોકો કોઈ જોખમ લેવા તૈયાર નથી અને તેથી જ લોકો ઘર ખરીદવાનું પણ ટાળી રહ્યા છે. જેને લીધે અમદાવાદમાં રેસિડેન્‍સિયલ હાઉસિંગ સેલ્‍સમાં મોટો ઘટાડો થયો છે.

અમદાવાદમાં બિલ્‍ડર્સ દ્વારા ૧૫ ટકા વધુ નવા પ્રોજેક્‍ટ્‍સ શરૂ કરવામાં આવ્‍યા છે, એટલે કે સપ્‍લાયમાં વધારો થયો છે, પરંતુ તેની સામે ડિમાન્‍ડમાં ઘટાડો થયો છે અને તેથી ઘરના વેચાણમાં યર-ઓન-યર ૨૩ ટકાનો ઘટાડો નોંધાયો છે.

આમ સપ્‍લાય ડિમાન્‍ડને જોતાં મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, કેમ કે બિલ્‍ડર્સ સતત નવા ઘર બનાવવાનું ચાલું રાખી રહ્યા છે પરંતુ ખરીદદારો વધારે સાવચેત બની ગયા છે. એનારોકના ૨૦૨૫ના પ્રથમ ક્‍વાર્ટર રિપોર્ટમાં પ્રમાણે આ સમયગાળા દરમિયાન અમદાવાદમાં ૮૯૦૦ હાઉસિંગ યુનિટ વેચાયા હતા જે માસિક ચાર ટકાનો ઘટાડો દેખાડે છે.

પ્રથમ ક્‍વાર્ટરમાં જેટલા પણ હાઉસિંગ યુનિટ વેચાયા છે તેમાં સૌથી વધુ પヘમિ અમદાવાદમાં વેચાયા છે. ક્‍વાર્ટરલી તેમાં બે ટકાનો ઘટાડો નોંધાયો હોવા છતાં પヘમિ અમદાવાદ ૩૫ ટકા ઘર વેચાયા છે. જ્‍યારે ઉત્તર અમદાવાદમાં પણ હાઉસિંગની ડિમાન્‍ડમાં વધારો થયો છે, જ્‍યાં કુલ વેચાણના ૨૮ ટકા હાઉસિંગ યુનિટ આ ઝોનમાં વેચાયા છે. આ વિસ્‍તારોમાં ઝડપથી ડેવલપમેન્‍ટ થઈ રહ્યું છે, જ્‍યાં કનેક્‍ટિવિટીમાં સુધારો થયો છે અને નવા કોમર્શિયલ સેન્‍ટર્સ તરીકે તે ઊભરી રહ્યું હોવાના કારણે અહીં ડિમાન્‍ડમાં વધારો નોંધાયો છે.

બીજી તરફ ઘરનું વેચાણ નબળું પડ્‍યું હોવા છતાં બિલ્‍ડર્સ નવા-નવા પ્રોજેક્‍ટ્‍સ લોન્‍ચ કરી રહ્યા છે, જેને લીધે અમદાવાદના રેસિડેન્‍શિયલ માર્કેટમાં ૨૦૨૫ના પ્રથમ ક્‍વાર્ટરમાં ૯૬૦૦ નવા યુનિટ્‍સનો ઉમેરો થયો છે, જે ક્‍વાર્ટરલી સાત ટકા અને વાર્ષિક ૧૫ ટકાનો નોંધપાત્ર વધારો છે. વેચાણની જેમ નવા પ્રોજેક્‍ટ્‍સમાં પણ પヘમિ અમદાવાદ આગળ રહ્યું છે.

પ્રથમ ક્‍વાર્ટરમાં જેટલા પણ નવા પ્રોજેક્‍ટ્‍સ લોન્‍ચ થયા છે તેમાંથી ૩૯ ટકા લોન્‍ચ પヘમિ અમદાવાદમાં થયા છે, જે ક્‍વાર્ટરલી ૩૧ ટકાનો નોંધપાત્ર ઉછાળો છે. બીજા શબ્‍દોમાં કહીએ તો અન્‍ય વિસ્‍તારોની તુલનામાં પヘમિ અમદાવાદમાં સપ્‍લાય અને ડિમાન્‍ડ સમાન રીતે ચાલી રહ્યો છે, એટલે કે ત્‍યાં ડિમાન્‍ડ પણ વધારે છે અને નવા પ્રોજેક્‍ટ્‍સનું લોન્‍ચિંગ પણ નોંધપાત્ર રીતે વધ્‍યું છે. જ્‍યારે કુલ લોન્‍ચમાં ઉત્તર અમદાવાદ ૩૦ ટકા સાથે બીજા ક્રમે રહ્યું હતું.

અમદાવાદ એફોર્ડેબલ હાઉસિંગ માર્કેટ છે પરંતુ હવે ધીમે ધીમે ઘરની કિંમતો વધી રહી છે, બિલ્‍ડર્સનું કહેવું છે કે અમદાવાદમાં જમીનની કિંમતો આકાશને આંબી રહી છે જ્‍યારે રો-મટિરિયલ્‍સની કિંમતોમાં પણ વધારો થયો છે, જેના કારણે તેમના માટે એફોર્ડેબલ હાઉસિંગ બનાવવા મુશ્‍કેલ બની રહ્યા છે. તેથી જ પ્રથમ ક્‍વાર્ટરમાં જેટલા પણ નવા પ્રોજેક્‍ટ્‍સ લોન્‍ચ થયા છે તેમાં ૪૦ લાખથી લઈને ૮૦ લાખ રૂપિયા સુધીના મિડ-એન્‍ડ હાઉસિંગ સેગ્‍મેન્‍ટના છે જે કુલ વેચાણના ૫૨ ટકા છે. ત્‍યારબાદ ૮૦ લાખ રૂપિયાથી લઈને ૧.૨૫ કરોડ રૂપિયા સુધીના હાઈ-એન્‍ડ હાઉસિંગ સેગ્‍મેન્‍ટનો નંબર આવે છે.

૪૦ લાખ રૂપિયાથી નીચેની કિંમતના ઘરનો માર્કેટ શેર ૧૩ ટકા રહ્યો છે જ્‍યારે ૧.૨૫ કરોડથી ૨.૨૫ કરોડ રૂપિયાના પ્રીમિયમ ઘરનો હિસ્‍સો સાત ટકા છે. જ્‍યારે રેસિડેન્‍શિયલ માર્કેટમાં ૨.૫ કરોડ રૂપિયાથી ઉપના અલ્‍ટ્રા-લક્‍ઝરી પ્રોપર્ટીઝનો હિસ્‍સો ફક્‍ત એક ટકા છે.

અમદાવાદમાં રેસિડેન્‍શિયલ માર્કેટમાં ડિમાન્‍ડ ઘટવાના કારણે ૨૦૨૫ના પ્રથમ ક્‍વાર્ટરમાં ઉપલબ્‍ધ ઈન્‍વેન્‍ટરીમાં થોડો વધારો થયો, જે અંદાજીત ૬૩,૫૦૦ યુનિટ પર પહોંચ્‍યો છે. જોકે આ વાર્ષિક ધોરણે પાંચ ટકાનો ઘટાડો દેખાડે છે. કુલ ઈન્‍વેન્‍ટરીમાં પ?મિ અમદાવાદમાં સૌથી વધારે ૩૯ ટકા ઈન્‍વેન્‍ટરી છે જ્‍યારે ઉત્તર અમદાવાદમાં ૩૩ ટકા છે. શહેરનો ઈન્‍વેન્‍ટરી ઓવરહેંગ ૨૦૨૫ના પ્રથમ ક્‍વાર્ટરમાં વધીને ૧૯ મહિના થયો, જે ૨૦૨૪ના ચોથા ક્‍વાર્ટર કરતા એક મહિના વધુ છે, જે આગામી મહિનાઓમાં સંભવિત ઘર ખરીદનારાઓ માટે વાટાઘાટોની વધુ સારી તકો પ્રદાન કરે છે

(3:44 PM IST)