તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd June 2025
નર્મદાના સાગબારના બેડાપણી ગામમાં ઘરમાં સૂતા મહિલા પર દીપડાએ ઘાતક હુમલો કર્યો
નર્મદામાં માનવભક્ષી દીપડાને દહેશતથી ખેત વિસ્તારમાં લોકો ભયના ઓથાર નીચે જીવવા મજબૂર બન્યા

નર્મદામાં માનવભક્ષી દીપડાને દહેશતથી ખેત વિસ્તારમાં લોકો ભયના ઓથાર નીચે જીવવા મજબૂર બન્યા છે. થાડો દિવસ પહેલા દીપડાએ નવ વર્ષના બાળકને પોતાનો શિકાર બનાવ્યો હતો. ત્યારે બીજી ઘટના સામે આવી છે. સાગબારના બેડાપણી ગામ ખાતે અહીં ઘરમાં સૂતા આધેડ મહિલા પર દીપડાએ ઘાતક હુમલો કર્યો. હુમલામાં દીપડાએ આધેડ મહિલાનો એક પર કાન બચકું ભરી લીધું અને હાથ પર ગંભીર ઈજા પહોંચાડી. મહિલાએ બુમરાણ કરતા દીપડો ભાગી ગયો. મહિલાને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખડેવામાં આવ્યા છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
