<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

કોરોનાએ માથું ઉંચક્યું છે પરંતુ રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં એકપણ કોરોનાના કેસ નથી, તકેદારી રાખો સ્વસ્થ રહો : તંત્ર સજ્જ

ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કોરોનાએ માથું ઉંચક્યું છે જેમાં કેટલાકના મોત પણ થયા છે પરંતુ નર્મદામાં હજુ એકપણ પોઝેટીવ કેસ નિકળ્યો નથી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :ગુજરાત અનેક શહેરોમાં કોરોનાએ માથું ઉંચક્યું છે જેમાં કેટલાક લોકોના મોત પણ થયા છે પરંતુ નર્મદા જિલ્લામાં હજુ એકપણ કોરોનાનો દર્દી સામે આવ્યો નથી માટે જિલ્લાવાસીઓએ ગભરાવવાની જરૂર નથી પરંતુ તકેદારી રાખી આરોગ્ય વિભાગની સૂચનાનું પાલન કરી જરૂર જણાય તો નજીકના સરકારી દવાખાના કે આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી પોતાની કાળજી રાખી શકાય છે

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયો નથી પરંતુ ગુજરાતના કેટલાય શહેરો માં કોરોના ના દર્દી નોંધાયા છે જેમાં કેટલાકનું તો મોત પણ થયું છે તેવા સંજોગોમા દરેક નાગરિકે તાજેદારી રાખી આગળ વધવું જોયએ.
આમ તો જિલ્લા આરોગ્ય તંત્ર આગવી તૈયારી કરી સજ્જા છે માટે જી આવનારા દિવસોમાં કોરોનાનો કોઈ કેસ આવે તો આરોગ્ય વિભાગ જરૂરી પગલા લઈ કોરોનાની અટકાયત માટે તત્કાળ કામગીરી કરશે.

(10:14 PM IST)