તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 4th June 2025
અમદાવાદ રેલવે ડિવિઝન આરપીએફ દ્વારા એક નકલી ટીટીઈની ધરપકડ કરી : આરોપી ઓછા ભણેલા અને મજૂર વર્ગના લોકોને ટાર્ગેટ કરતો
અત્યાર સુધીમાં કેટલા રૂપિયાની છેતરપિંડી કરી છે અને તેની સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ અને તેને આવું કરવાનું ક્યાંથી શીખ્યો તે તમામ માહિતી મેળવવા માટે તપાસ

અમદાવાદ તા.૪ : અમદાવાદ રેલવે ડિવિઝન આરપીએફ દ્વારા એક નકલી ટીટીઈની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની બાબત છે કે આરોપી શિવ શંકર જયસ્વાલ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ દેશભરના અલગ અલગ રાજ્યોના રેલવે સ્ટેશનનો પર જઈને લોકો સાથે છેતરપિંડી આચરતો હતો. આરોપી નકલી ટીટીઈ બનીને લોકો પાસે ટિકિટ માંગતો અને ટિકિટના હોય તો ક્યુ આર કોડ દ્વારા પૈસા પડાવી છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી શિવ શંકર મૂળ વારાણસી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અલગ અલગ જગ્યાએ જઈને રોકાતો હતો અને મુસાફરોને ભોગ બનાવતો હતો.
આરપીએફને માહિતી મળતા RPF ની ટીમ તપાસના કામે લાગી હતી. તે માહિતીના આધારે આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. તાપસ દરમિયાન આરપીએફ દ્વારા તેની પાસેથી પહેલા રેલવેનું આઈકાર્ડ માગ્યું હતું અને અન્ય પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો નહોતો જેથી હાલ તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
RPF દ્વારા પ્રાથમિક તપાસ કર્યા બાદ જીઆરપી અમદાવાદને સોંપવામાં આવ્યો છે. હવે જીઆરપી અમદાવાદ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને તેને અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી આ પ્રકારે ઠગાઈ આચરી છે અત્યાર સુધીમાં કેટલા રૂપિયાની છેતરપિંડી કરી છે અને તેની સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ અને તેને આવું કરવાનું ક્યાંથી શીખ્યો તે તમામ માહિતી મેળવવા માટે તેની તપાસ હાથ ધરવામાં આવ્યું છે.
આરોપીની મોડસ ઓપરેન્ડી શું હતી?
આરપીએફની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઓછા ભણેલા અને મજૂર વર્ગના લોકોને ટાર્ગેટ કરતો હતો. તપાસમાં તે પણ સામે આવ્યું છે કે આરોપી ટિકિટમાં ખોટી ભૂલો કાઢીને ઠગાઈ કરતો હતો અને વેટિંગ ટિકિટને કન્ફર્મ કરી બર્થ આપવાનું કહીને પણ ઠગાઈ કરતો હતો.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
