News of Wednesday, 4th June 2025
અમદાવાદ મેટ્રોને IPL ફળી : 9 મેચમાં મેટ્રોને 2 કરોડથી વધુની આવક થઇ : 15 લાખથી વધુ લોકોએ કરી મુસાફરી
આઇપીએલની ફાઇનલ મેચ દરમિયાન ૨ લાખથી વધુ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૩૨.૧૨ લાખની આવક થઈ

અમદાવાદમાં આઈપીએલની ૯ મેચ દરમિયાન ટ્રાફિકજામ અને પાર્કિંગની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે મોટી સંખ્યામાં લોકોએ મેટ્રોનો ઉપયોગ કર્યો છે. આઇપીએલની ૯ મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચવા માટે મોટાભાગના લોકોએ મેટ્રોનો જ ઉપયોગ કર્યો છે.
અમદાવાદમાં આઇપીએલની ૯ મેચ દરમિયાન મેટ્રોમાં ૧૫ લાખથી વધુ લોકોએ મુસાફરી કરી છે. જેના થકી અમદાવાદ મેટ્રોને માત્ર ૯ દિવસમાં ૨ કરોડથી વધુની આવક થઈ છે. જણાવી દઈએ કે, આઇપીએલની ફાઇનલ મેચ દરમિયાન ૨ લાખથી વધુ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૩૨.૧૨ લાખની આવક થઈ છે.
આઇપીએલની ૯ મેચ દરિમયાન મેટ્રોની સફરના વિગતવાર આંક જોઈએ તો,૨૫ માર્ચના રોજ ૧,૫૯,૯૨૩ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૧.૭૪ લાખની આવક થઈ હતી. ત્યારબાદ ૨૯ માર્ચના રોજ ૧,૮૩,૬૧૮ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૩૦.૯૦ લાખની આવક થઈ હતી. ૯ એપ્રિલના રોજ ૧,૭૨,૨૪૮ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૪.૧૫ લાખની આવક થઈ હતી.
૧૯ એપ્રિલના રોજ ૧,૬૫,૫૫૧ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૧૯.૪૩ લાખની આવક થઈ હતી. ૨ મેના રોજ ૧,૯૭,૩૮૮ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૯.૩૦ લાખની આવક થઈ હતી. ૨૨ મેના રોજ ૧,૨૧,૪૭૫ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૧૭.૫૧ લાખની આવક થઈ હતી. ૨૫ મેના રોજ ૧,૪૮,૧૯૨ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૧૮.૦૯ લાખની આવક થઈ હતી. ૧ જૂનના રોજ ૧,૪૫,૬૫૪ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૨.૩૧ લાખની આવક થઈ હતી. ૩ જૂન આઈપીએલની ફાઇનલ મેચ દરમિયાન ૨,૧૩,૩૩૬ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૩૨.૧૨ લાખની આવક થઈ હતી.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
