<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

અમદાવાદના નારોલ વિસ્તારમાં કોર્પોરેશનની ઓફિસ પર લોકોએ તાળાબંધી કરી

કોર્પોરેટર ઓફિસમાં હોવા છતાં લોકોએ તાળાબંધી કરી ભારે હોબાળો મચાવ્યો: લોકોનો આરોપ છે કે, કોર્પોરેટર અને ધારાસભ્ય માત્ર ફોટા પડાવવા આવે છે. તેઓ પ્રોજેક્ટ્સ પર કોઈ કામગીરી કરતા નથી.

અમદાવાદના નારોલ વિસ્તારમાં કોર્પોરેશનની ઓફિસ પર લોકોએ તાળાબંધી કરી હતી. જોવાની વાત તો એ હતી કે, કોર્પોરેટર ઓફિસમાં હોવા છતાં લોકોએ ત્યાં તાળાબંધી કરી હતી. તાળાબંધી સિવાય સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તેમના મંજૂર કરાયેલા કામો હજુ સુધી શરૂ ન થયાનો આક્ષેપ કર્યો હતો.

ગટર લાઈનના કામ માટે છ મહિના પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તેમ છતાંય હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી. લોકોનો આરોપ છે કે, કોર્પોરેટર અને ધારાસભ્ય માત્ર ફોટા પડાવવા આવે છે. તેઓ પ્રોજેક્ટ્સ પર કોઈ કામગીરી કરતા નથી.

, ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થવાથી સ્થાનિકો તકલીફમાં મુકાયા છે. આ સ્થિતિને કારણે કોલેરા અને મેલેરિયા જેવા રોગચાળાની સ્થિતિ ઊભી થઈ રહી છે, જેને લઈ રહેવાસીઓમાં ચિંતા છવાઈ છે.

(9:45 PM IST)