તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Wednesday, 4th June 2025
રાજપીપળા નગરપાલીકાના શેલ્ટર હોમ માટે પાલિકા ટીમ દ્વારા ઘરવિહોણા લોકોનો સર્વે હાથ ધરાયો
ઘર વિહોણા લોકોની સાથે સાથે કેટલાક અટવાયેલા લોકો પણ આ સેલ્ટર હોમમાં રોકાણ કરી શકે છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા સહિત રાજ્યમાં અનેક લોકો ઘર વિહોણા છે અને આમતેમ ફરી રાત્રે જાહેર સ્થળો પર સૂઈ જવા મજબૂર બન્યા છે ત્યારે રાજપીપળા નગરપાલિકાના શેલ્ટર હોમમાં આવા લોકો ને આશ્રય મળે તેવા ઉમદા હેતુ થી રાજપીપળા નગરપાલિકાની ટીમે ગત રાત્રે રાજપીપળા શહેરમાં ફરી સર્વે કર્યો જેમાં ઘરવિહોણા લોકો જાહેર સ્થળો પર સૂઈ રહે છે ત્યારે રાજપીપળા એસટી ડેપો ઉપર રાત્રે સૂતેલી ત્રણ મહિલા જોવા મળી , આ મહિલાઓની પૂછપરછ માં જાણવા મળ્યું કે તેઓના ઘર કોઈક ને કોઈક કારણોસર તુટી ગયા છે અને કોઈના તો ઘર છે પણ સંતાનો તેમને રાખતા નથી
આ ત્રણ મહિલામાં એક મહિલા તારાબેન બુધાભાઈ વસાવા. ઉ.વ. આશરે 40 તેઓ રામગઢના રહેવાસી છે પરંતુ તેમનું ગયા ચોમાસામાં ઘર પડી ગયું અને આ વર્ષે સરકાર તરફથી ઓરડી મળી પણ કમનસીબે આ ઓરડી પણ તેના પર ઝાડ પડતા તૂટી ગઈ જેથી હાલમાં તેઓ રાજપીપળા એસટી ડેપો પર આશ્રય લઈ રહ્યા છે તેમને બે છોકરી છે તે પરણી ગઈ , ગામમાં બે ભાઈઓ છે પણ તેમને રાખતા નથી માટે તેઓ રાજપીપળા એસટી ડેપો માં આશ્રય લઈ રહ્યા છે.
રાજપીપળા નગરપાલિકામાંથી જાણવા મળ્યા મુજબ સરકાર દ્વારા મળેલા શેલ્ટર હોમમાં ઘર વિહોણા લોકોની સાથે સાથે સિવિલ કે ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓના સગા, કેટલાક મુસાફરો કે તેમની બસ છૂટી જાય તેવા લોકો, વેપાર અર્થે આવતા લોકો કે જેમને અહીં રહેવાની કોઈ વ્યવસ્થા ના થઈ શકે, રમત ગમત માટે આવતા વિધ્યાર્થીઓ ને હોસ્ટેલ માં રહેવાની સુવિધ નહી મળે તેવા, ચૂંટણી સમયે આવતા કર્મચારીઓ ને પણ અન્ય જગ્યાએ રહેવાની વ્યવસ્થા નહીં થાય તેવા દરેક લોકો પાલિકાના સેલ્ટરમાં રહી શકે છે
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
