<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

અમદાવાદમાં ઐતિહાસિક દિલ્હી દરવાજાનો એક ભાગ ધરાશાયી

મહાનગર પાલિકાએ બેરીકેટિંગ કર્યું :આવતા જતા વાહનચાલકોને હાલાકી ન થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્રએ કામગીરી તેજ કરી

અમદાવાદમાં ઐતિહાસિક દિલ્હી દરવાજાનો એક ભાગ ધરાશાયી થયો છે. અમદાવાદના હેરિટેજની દિલ્હી દરવાજાનો એક ભાગ ધરાશાયી લાગી રહ્યું છે કે, માવજતમાં પણ તંત્રની બેદરકારી જણાઇ રહી છે. દિલ્હી દરવાજાનો દરવાજાનો એક ભાગ ધરાશાયી થતા અમદાવાદ મહાનગર પાલિકાએ બેરીકેટિંગ કરી દીધુ છે. આવતા-જતા વાહનચાલકોને હાલાકી ન થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્રએ કામગીરી તેજ કરી છે. અમદાવાદ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો પણ આ ઐતિહાસિક ધરોહરની માવજતમાં તંત્રની ગંભીર બેદરકારી જણાઇ રહી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ઐતિહાસિક ધરોહર દિલ્હી દરવાજામાં લાકડાનો જુનો દરવાજો અચાનક ધરાશાયી થતા તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાત્રીના સમયે અચાનક દિલ્હી દરવાજાનો એક ભાગ ધરાશાયી થતા સ્થળે ટ્રાફિક હોવાથી AMCએ તાત્કાલિક ધોરણે દરવાજાની આસપાસ બેરિકેટિંગ કરી દીધું હતું અને સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થયાના સમાચાર નથી. અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો પરંતુ શહેરમાં હેરિટેજ ઈમારતોની જાળવણી માટે તંત્ર દ્વારા સચોટ બેદરકારી દાખવતી હોવાનું જણાઇ આવે છે. હેરિટેજ ઈમારતોની માવજત અંગે આટલી મોટી બેદરકારી એ તંત્ર ઉપર અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.

અમદાવાદના ઐતિહાસિક દિલ્હી દરવાજાનું  1878માં નિર્માણ કરવામાં આવ્યું હતું. અમદાવાદથી દિલ્હી જવા માટે તે એક પરિવહન માટેનો રસ્તો માનવામાં આવતો હતો. તેથી આ દરવાજાનું નામ દિલ્હી દરવાજા રાખવામાં આવ્યું. દિલ્હી દરવાજો લોખંડના ઢોળવાળા લાકડાના દરવાજા સાથે છતવાળુ પ્લેટફોર્મ છે, આ ઉપરાંત એવું કહેવાય છેકે, દિલ્હી દરવાજો શહેરના વિસ્તરણ દરમિયાન મહમૂદ બેગડાએ બાંધેલા બીજી કિલ્લેબંધી દિવાલોનો એક ભાગ હતો.

(11:38 PM IST)