News of Thursday, 5th June 2025
અમદાવાદની સાબરમતી નદીના સ્વચ્છતા મહાઅભિયાનમાં હોમગાર્ડઝ જવાનો- સિવિલ ડિફેન્સના સ્વયંસેવકો જોડાશે
હોમગાર્ડઝના પાંચ હજારથી વધુ જવાનો અને સિવિલ ડિફેન્સના સાતસોથી વધુ સ્વયંસેવકો પણ લોકભાગીદારી કરી સાબરમતી નદીને સ્વચ્છ કરવામાં તેમની નિષ્કામ માનદ્ સેવા આપશે

અમદાવાદ શહેરની મધ્યેથી પસાર થતી સાબરમતી નદીને સાફ અને સ્વચ્છ કરવાના સ્વચ્છતા અભિયાન પ્રોજેકટમાં આજે તા. 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે હોમગાર્ડઝના પાંચ હજારથી વધુ જવાનો અને સિવિલ ડિફેન્સના સાતસોથી વધુ સ્વયંસેવકો પણ લોકભાગીદારી કરી જોડાશે અને સાબરમતી નદીને સ્વચ્છ કરવામાં તેમની નિષ્કામ માનદ્ સેવા આપશે. આ દિવસે સાબરમતી નદીના પશ્ચિમ છેડે સરદાર બ્રિજની નીચે NID પાસેના પટ્ટા-વિસ્તારમાં તેમજ નદીના પૂર્વ છેડે અટલ બ્રિજની નીચેના ઘાટ વિસ્તારમાં નદીમાંથી મોટા પાયે કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવાનું વિશેષ આયોજન હાથ ધરાયું છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
