News of Thursday, 5th June 2025
માહિતી અધિકાર હેઠળ પાંચ પાના સુધીની માહિતી વિનામુલ્યેઃ ઇ-મેઇલથી પણ માહિતી મેળવી શકાશે
સુશાસન માટે સરકારનો મહત્વનો ફેરફારઃ પરિપત્ર પ્રસિધ્ધ

ગાંધીનગર, તા. પઃ ગુજરાત સરકારે જાહેર વહીવટમાં પારદર્શિતા અને જવાબદેહિતા વધારવાના ઉમદા આશય સાથે માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ (RTI Act-૨૦૦૫)ના અમલમાં ક્રાંતિકારી પરિવર્તન લાવતી સૂચનાઓ બહાર પાડી છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા વિધાનસભા સમક્ષ રજૂ કરાયેલા વર્ષ ૨૦૨૩-૨૪ ના વાર્ષિક વહીવટી અહેવાલમાં કરવામાં આવેલી ભલામણોનો રાજ્ય સરકારે સ્વીકાર કરીને તા. ૧૩/૦૫/૨૦૨૫ ના પરિપત્રથી આ મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરી છે. ગુજરાત માહિતી આયોગે રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારીને તેમનો આભાર વ્યક્ત કર્યો છે.
વિનામૂલ્યે માહિતીઃ અરજદારોને પાંચ પાના સુધીની માહિતી વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. આ નિર્ણય સામાન્ય નાગરિકો માટે માહિતી મેળવવાનું વધુ સુલભ બનાવશે.
ડિજિટલ માધ્યમથી માહિતીઃ જો અરજદાર દ્વારા ઈ-મેઈલથી કે ઓનલાઈન માહિતી માંગવામાં આવશે, તો સંબંધિત માહિતીનો ફોટો પાડીને ઈ-મેઈલ દ્વારા મોકલી આપવામાં આવશે. ત્યારબાદ તે માહિતી ભૌતિક સ્વરૂપે મોકલવાની રહેશે નહીં.
રેકોર્ડના નિરીક્ષણ માટેની સુવિધાઃ જ્યારે અરજદારને રેકોર્ડના સ્વ-નિરીક્ષણ (Self-inspection) માટે બોલાવવામાં આવે, ત્યારે તેમને માત્ર આપવાપાત્ર માહિતીનો ફોટો પાડવાની તથા પોર્ટેબલ સ્ટોરેજ ડિવાઈસ (જેમ કે પેન ડ્રાઈવ) માં લઈ જવાની મંજૂરી અપાશે. ત્યારબાદ તે માહિતી ભૌતિક સ્વરૂપે મોકલવાની રહેશે નહીં.
રેકોર્ડનું વર્ગીકરણ અને વેબસાઈટ પર પ્રકાશનઃ તમામ સરકારી રેકોર્ડને યોગ્ય રીતે વર્ગીકળત કરીને તેની અનુક્રમણિકા સાથે જાળવણી કરવી અને તેને યોગ્ય રીતે સંબંધિત વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવું ફરજિયાત બનશે.
મોટાભાગના જાહેર સતામંડળો તરફથી માહિતીનો અધિકાર અધિનિયમની કલમ અન્વયેની બાબતો અંગે તેમણે સ્વયં પ્રસિધ્ધ કરવાની માહિતીઓ કે જે આ અધિનિયમ અમલમાં આવ્યાના ૧૨૦ દિવસમાં જ કરવાની થતી હતી, તે આટલા વર્ષો બાદ પણ હજુ સુધી યોગ્ય રીતે અને પૂરેપૂરી વિગતો દર્શાવીને પ્રસિધ્ધ કરવામાં આવી નથી. આથી પ્રત્યેક જાહેર સત્તામંડળે આપમેળે પ્રસિદ્ધ કરવાની માહિતીનો સ્થાનિક વિસ્તારમાં અન સ્થાનિક ભાષામાં અસરકારક રીતે લોકભોગ્ય પ્રસિદ્ધ કરે તે સુનિヘતિ કરવા માટે તમામ વિભાગોને તથા ખાતાના વડાની કચેરીઓને સૂચના આપવામાં આવે છે. વધુમાં, પ્રો-એકટીવ ડિસલકલોઝર દર વર્ષે અદ્યતન કરવામાં આવે તથા સચિવાલયના વિભાગ દ્વારા ખાતાના વડાની કચેરી/જિલ્લા કક્ષાની કચેરીનું તેમજ તાબાની કચેરીઓનું નિયમિત રીતે સમીક્ષા અને નિરીક્ષણ કરવા બાબતેના વિભાગના આર.ટી. આઈ. સેલની સુચનાઓનું ચુસ્તરીતે પાલન થાય તે માટે જણાવાયું છે
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
