તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Thursday, 5th June 2025
માનવભક્ષી દીપડાને ઝડપવા બનાસકાંઠા અને કેવડિયા સફારીમાંથી ખાસ ટીમ બોલાવાઇ
ટ્રેપ કેમેરા, ડ્રોન કેમેરા સહીત વન કર્મી દીપડની શોધખોળ માં લાગ્યા

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લામાં તાજેતરમાં દીપડાઓ ના હુમલાઓ વધી રહ્યા છે. ત્યારે વન વિભાગ ની ટીમ એક્શનમાં આવી છે, સ્પેશિયલ વાઈલ્ડ લાઈફ ટીમો હાલ સાગબારાના જંગલો ખુંદી રહી છે. દીપડાને મારણ મૂકી ટ્રેપ કેમેરા લગાવી મુમેન્ટ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે સાથે ડ્રોન કેમેરા સાથે તેનો સર્વે કરવામાં આવી રહ્યો છે, સાથે તેના પગલાંના નિશાનની પણ શોધખોળ કરવામાં આવી રહ્યા છે.
નર્મદા જિલ્લો 43 ટકા વન વિસ્તાર ધરાવે છે, જિલ્લામાં અંદાજિત 40 જેટલા દીપડા આવેલા છે..અને હાલ સંખ્યામાં વધારો પણ જોવા મળી રહ્યો છે. દીપડા ની સંખ્યામાં વધારો થતા જંગલ વિસ્તાર ઓછું પડી રહ્યું છે અને જેમાં પણ જંગલ વિસ્તારો ઓછા થઇ રહ્યા છે. આવા કારણો ને લઈને દીપડા રહેણાંક વિસ્તાર માનવ વસ્તી માં ખોરાક અને પાણી ની શોધમાં આવતા પશુઓ સાથે મનુષ્યો પર પણ હુમલો કરી માનવભક્ષી બની રહ્યા છે. આ ગંભીર સમશ્યા હોય વન વિભાગ હાલ તમામ પ્રકાર ના રસ્તા અપનાવી આ માનવભક્ષી દીપડાની શોધ ખોળ કરી રહ્યા છે, અગાઉ તિલકવાડા વિસ્તારમાં બે થી ત્રણ હુમલો કરનાર દીપડાને જયારે વન વિભાગે ઝડપી પાડ્યો ત્યાર બાદ એ વિસ્તારમા શાંતિ છે. ત્યારે હાલમાં આ સાગબારા વિસ્ત્તારમાં ફરતા દીપડાને પકડવા વન વિભાગે કમર કસી છે.
તાજેતરમાં સાગબારા તાલુકાના કોલવાણ સહીત બે ગામોમાં દીપડા એ રહેણાંક વિસ્તારમાં આવી અને હુમાલા કર્યા છે. આ ગામોમાં ચારે બાજુ જંગલ માંથી આવતા રસ્તા ઓ પર 10 જેટલા પાંજરા ગોઠવી દેવાયા છે મારણ પણ મુકવામાં આવ્યું છે. આ સાથે સ્પેશિયલ વાઈલ્ડ લાઈફ ટીમ કેવડિયા જંગલ સફારીના અને બનાસકાંઠા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ ને બોલાવી છે જે સર્વે કરી ટ્રેપ કેમેરા ગોઠવી જરૂરી દીપડાનું મૂવિંગ કેપ્ચર કરે છે. આખી રાત ટિમો કામ કરે છે. બાકી ડ્રોન ઉડાડી જંગલ માં ફરતા દીપડા નું લોકેશન મેળવવાની કોશિશ કરે છે. દીપડાની સંખ્યા વધતા જંગલ ઓછું પડે છે અને દીપડાને સરળતાથી શિકાર મળી રહે એ માટે રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે. દીપડાઓ ને પકડવા ની તજવીજ ચાલુ છે : અભય કુમાર (નાયબ વન સંરક્ષક, પૂર્વ)
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
