<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

બોદવાવ ગામમાં ખેતીની જમીન બાબતે મામાના દીકરા સાથે માથાકૂટ થતા મારામારીમાં સામસામે ફરિયાદ

ખેતી ની જમીન બાબતે અને સામા પક્ષે આપેલી ફરિયાદમાં પત્નીને આંખ કેમ મારે છે કહી બબાલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના બોદવાવ ગામમાં સંબંધીઓ વચ્ચે માથાકૂટ થતા સામસામી ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

   મળતી માહિતી અનુસાર શાંતિલાલભાઇ દિનેશભાઈ વસાવા ( રહે.બોદવાવ, મંદિર ફળીયુ )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના ઘરે દુકાનમાં હાજર હતા તે વખતે તેમના મામા નો દીકરો જીતેન્દ્રભાઈ ભીમસીંગભાઈ વસાવા તેમને કહેવા લાગેલ કે, તારા કહેવાથી તારા મામા નાનસીંગભાઈ પાંચીયાભાઈ વસાવા એ અમારા વિરૂધ્ધમાં ખેતીની જમીનના હીસ્સા બાબતે ખોટી અરજી આપેલ છે તેમ કહી ગમે તેમ ગાળો બોલી ઝપાઝપી કરી આ વખતે જીતેન્દ્રભાઈ નું ઉપરાણુ લઈને નિતેશભાઈ ભીમસીંગભાઈ વસાવા (૩) રણજીતભાઇ સુરતીયાભાઈ વસાવા નાઓ દોડી આવી કુહાડીના હાથાના વડે સપાટા મારી ગેબી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો હતો.
    જ્યારે સામે પક્ષે જીતેન્દ્રભાઈ ભીમસીંગભાઇ વસાવા રહે.બોદવાવ એ આપેલી ફરિયાદ માં શાંતિલાલ દિનેશભાઇ વસાવા નાઓ અચાનક તેમની મોટર સાયકલ આગળ આવી જઇ તેમને કહેવા લાગેલ કે, તુ મારી પત્નીને આંખ કેમ મારે છે હુ ઘણા દિવસથી જોઉ છું તુ મારા ઘરની આગળ અવાર નવાર આટા ફેરા મારે છે તેમ કહી ગાળો બોલવા લાગેલ ત્યારબાદ એકદમ આવેશમાં આવી જઇ ઝપાઝપી કરી મો.સા. સાથે જમીન ઉપર પાડી દીધા બાદ  આ વખતે શાંતિલાલભાઇ નું ઉપરાણુ લઇ રમેશભાઇ હરજીભાઈ વસાવા નાઓ તેના હાથમા લોખંડનો સળીયો લઇ આવી જીતેન્દ્રભાઈ ને લોખંડના સળીયાનો એક સપાટી મારી ઇજા પહોંચાડી તથા શાંતિલાભાઇ એ નજીકમાં પડેલ વાસનો ડડો હાથમા લઇ પગના જોધના ભાગે મારી ઇજા પહોંચાડી જાન થી મારી નાખવાની ધમકી આપી હોય સાગબારા પોલીસે ગુનો દાખલ કર્યો છે


 

(11:06 PM IST)