News of Thursday, 5th June 2025
મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ કે ભાજપના કોઈ પણ નેતા હોય નિષ્પક્ષ તપાસ કરી કડક સજા કરો : શક્તિસિંહ ગોહિલ
ગરુડેશ્વર ખાતે મહાકાળી એન્કલેવના મેદાનમાં કોંગ્રેસ સમિતિની કારોબારી યોજાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે મહાકાળી એન્કલેવ ના મેદાનમાં કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, અનંત પટેલ, સુખરામ વસાવા સહીત જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલ, ધારાસભ્ય પી.ડી. વસાવા, રણજિત તડવી (મહાકાળી ) સહીત જિલ્લાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓ એ મોદી સરકાર અને રાજ્યની ભાજપ સરકાર પર અનેક આક્ષેપો સાથે શાબ્દિક પ્રહારો કર્યા હતા. સ્થાનિક લોકોની દુકાનો અને ઘરો તોડી નાખવાનું અમાનવીય કૃત્ય કર્યું છે. અને દુકાનો ધૂળ ખાય છે તેને ફાળવાતા નથી ની વાતો સાથે મનરેગા કૌભાંડ ની તપાસ ની પણ વાત કરી હતી. અસરગ્રસ્તો ની મુલાકાત પણ કરી હતી.
ગરુડેશ્વર ખાતે કોંગ્રેસની કારોબારી માં ભાષણ કરતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રધાનમંત્રી મોદી પર ટિપ્પણીઓ કરી હતી. તેમને કહ્યું હતું કે 56 ની છાતી વાળા એ ઓપરેશન સિંદુર કર્યું પણ હવે ભાજપવાળા સિંદુરની ડબ્બીઓ લઈને નીકળ્યા છે. એમને ખબર નથી કે આપણા શાસ્ત્રો માં લખ્યું છે કે મહિલાઓ માત્ર તેમના પતિના નામનું જ સિંદૂર પુરે છે. હે અંધભક્તો તમે તમારા ઘરે આ સિંદુરની ડબ્બીઓ આપજો અને તે સિંદુર પેલા ના નામ એટલે મોદી ના નામ નુ પુરાવજો આમારી માતા બહેનો આ સિંદુર નહિ પુરે અને જો સિંદુરની ડબ્બી આપવા આવે તો એ ભાજપીયા ઓને એક તમાચો મારજો જ્યારે શક્તિસિંહ એ 1971 ના યુદ્ધ ને યાદ કરી ને કહ્યું કે તે સમયે પણ અમેરિકા એ સિઝફાયર ની વાત કરી હતી પણ વિરંગના ઇન્દિરા ગાંધીજીએ એમને ના પાડી દીધી હતી. ઇન્દિરા ગાંધી લડાઈ ના નામે રાજકારણ નો હતું કર્યું અને આ તો સેના ની બહાદુરી ના નામે મત માંગવા નીકળ્યા છે. જવું હતું ને બોર્ડર પર બખ્તર પહેરી ને લડવા માટે યુક્રેન ના રાષ્ટ્રપતિ ની 56 ઇંચ ની છાતી છે.
ભાજપ નો મિનિસ્ટર મનરેગા ના કરોડો રૂપિયા ખાઈ જાય એ આદિવાસી સમાજ નો અન્યાય છે એની સામે લડવું પડશે.
શક્તિસિંહ ગોહિલે મનરેગા માં ચાલી રહેલા કૌભાંડ બાબતે કહ્યું કે નક્કર પુરાવા છે તો પણ ભાજપ ના મંત્રી પાસે રાજીનામુ નથી માંગતા કે તેને મંત્રી પદ પરથી દૂર પણ નથી કરતા જ્યારે કહેવા માગું છે કે કોઈપણ કૌભાંડી હોઈ ભાજપ, કોંગ્રેસ કે આપ નો તેની સામે કાર્યવાહી થવી જ જોઈએ શક્તિસિંહ એ કહ્યું કે મારો સાગો ભાઈ પણ હોઈ તો તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ પણ આ ભાજપીયા તેમની સરકાર ના મંત્રી સામે હજુ સુધી કોઈ પગલાં લીધા નથી
ગરુડેશ્વર ખાતે ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ ની કરોબારી અને આદિવાસી સમાજ પર થતા અન્યાય ની સામે વિરોધમાં કોંગ્રેસ સમિતિ ની કારોબારી યોજાઈ હતી આ કારોબારી માં વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ હાજર રહ્યા હતા તેમને કહ્યું કે સ્વતંત્રતા ના આંદોલન માં કોણ હતા એ કોંગ્રેસના નેતાઓ હતા આર એસ એસવાળા તો ગદ્દાર હતા ચાપલુસી કરતા હતા. આર એસ એસ વાળા એ 52 વર્ષ તિરંગો નથી લહેરાવ્યો કોઈ દિવસ રાષ્ટ્ર ગીત તેમને નથી ગાયું
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
