News of Friday, 6th June 2025
નરેન્દ્રભાઇ મોદીએ વર્ષોથી ઉજવાતા વન મહોત્સવમાં પ્રાણ પૂર્યાઃ ઋષિકેશ પટેલ
કલોલમાં માતૃશ્રીની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરતાં આરોગ્ય મંત્રી

ગાંધીનગર પાસેના કલોલમાં શ્રી મુકતજીવન ફોરેસ્ટ પાર્ક ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલએ પર્યાવરણ દિનની ઉજવણીમાં ઉપસ્થિત રહીને પોતાના માતૃશ્રીની યાદમાં વૃક્ષારોપણ કરેલ તે પ્રસંગની તસ્વીર
રાજકોટ તા.૬: વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે શ્રી મુક્તજીવન ફોરેસ્ટ પાર્ક કલોલ ખાતે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે એક પેડ મા કે નામ અંતર્ગત મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે તેમના માતળશ્રી સ્વ.કમળાબાના સ્મરણાર્થે બદામ અને બોરસલીનું વળક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ગ્રીન એમ્બેસેડર જીતુભાઈના જીવન પર આધારિત માહિતી થકી સમાજમાં ઉજાસ પાથરતા ‘‘પ્રેરણા પ્રકળતિ -૩ઁ તથા પર્યાવરણ પ્રેરણા -૩ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું અને પ્રકળતિના રક્ષણ માટે ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકોને પુરસ્કાર આપવામાં આવ્યા હતાં.
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,ઘણા બધા પર્યાવરણના કાર્યક્રમો હોલમાં થતા હોય છે.આજનો કાર્યક્રમ પ્રકળતિના રમણીય વાતાવરણમાં યોજવા બદલ તેમણે આયોજકોને અભિનંદન પાઠવી ઉમેર્યું હતું કે,અહીંયા કાર્યક્રમ સ્થળે આવ્યા પછી એવું લાગે છે ખૂબ સુંદર પર્યાવરણ અને વાતાવરણમાં પર્યાવરણ દિવસની ઉજવણીનો આ કાર્યક્રમ છે, એમાં પણ આજે સામે બેઠેલા જે પણ કોઈ પર્યાવરણ પ્રેમીઓ આવ્યા છે તેઓ પોતાની ઈચ્છાથી આવ્યા છે, એટલે એ નક્કી છે કે અહીં આવેલ તમામ લોકો પ્રકળતિ પ્રેમીે છે જ.
આ પ્રસંગે મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી રાજકીય માણસ ભલે હતા, પરંતુ સમાજ જીવનની ચિંતા કરી રોડ રસ્તા પૂરતું કામ કરવા માટેની જ સરકાર નહીં, પણ સરકાર કેવી હોય તે સમજાવતા. સમાજની વચ્ચે જઈ તેમણે કામગીરી કરી છે.સમાજમાં કોઈપણ લાલ લીટી ખેંચાઈ હોય, રેડ સિગ્નલ દેખાતું હોય તો સમાજ વચ્ચે જઈ તેમણે સમાજને જોડવાનું કામ કર્યું છે.એક સમય એવો હતો જ્યારે દીકરીઓની સંખ્યા સમાજમાં ઘટતી જતી હતી, ત્યારે દીકરીઓ બચાવવાની મુહિમ,દીકરીઓને ભણાવવાની મુહિમ પણ તેમણે ચલાવી હતી.
વર્તમાન સમયની વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે,એક સાથે લગભગ ૮ થી ૧૦ જેટલા દેશો એવાં છે કે, જે યુદ્ધમાં સપડાયાં છે. જે પ્રમાણેના યુદ્ધો થઈ રહ્યા છે, તે પર્યાવરણ અને માનવજાત માટે ખતરો છે. જે તે વખતે આખી દુનિયા પર્યાવરણના પ્રશ્નોની ચિંતા કરતી હતી, ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણના પ્રશ્નોનો હલ બતાવવાનું કામ કર્યું છે.
આ પર્યાવરણ વિષય અંતર્ગત વર્ષોથી વન દિવસ ઉજવવાનું નક્કી થયું હતું, પરંતુ તેમાં પ્રાણ પૂરવાનું કામ કર્યું હોય તો તે નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.આ કોઈ પોલિટિકલ ફંક્શન નથી. કોઈને અહીંથી રાજકીય સંદેશો પણ નથી આપવાનો, પરંતુ જેમણે સારું કામ કર્યું હોય તેમને એવોર્ડ આપવાની વાત થઈ છે ત્યારે આ એવોર્ડ આપવું એટલા માટે જરૂરી છે કે તે કાર્ય કરવા માટે પ્રેરકબળ બની રહે છે.અહીંયાથી કેટલાય પ્રકળતિ મિત્રોના દિલમાં પડ્યું હશે, અને ઘરની સમાજ માટે કોઈ સારું કામ કરતા હોય ત્યારે કોઈ નોંધ લે, કોઈ ખભો થાબડે તેનાથી ઉત્સાહ વધતો હોય છે.
આપણી આવનારી તથા આજની પેઢીને પણ બચાવવી છે અને આ પેઢીના બચાવ માટે નરેન્દ્રભાઈએ નવસૂત્રો આપ્યાં છે.આપણા જૈન ધર્મના ૨૪ તીર્થંકરોએ જે ૨૪ વળક્ષો નીચે બેસી જ્ઞાન આપ્યું હતું, તેમાંથી અત્યારે ૧૬ પ્રકારનાં વળક્ષો જ પળથ્વી પર અસ્તિત્વમાં છે.આ વળક્ષો આયુર્વેદ માટે મહત્વનાં હતાં. આજે આપણા ત્યાં લુપ્ત થતી પ્રજાતિઓ, લુપ્ત થતી પ્રાણીઓની જાતો અને આ મધમાખીઓ ,પતંગિયા ખૂબ મોટા પ્રમાણમાં લુપ્ત થઈ રહ્યા છે.તેમણે ઉપસ્થિત ગ્રીન કમાન્ડોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, ‘‘દો પેડ મા-બાપ કે નામ'' આ મંત્ર અપનાવી પિતાને પણ આપણે યાદ કરી, બે વળક્ષ વાવી ખૂબ સારી રીતે વાવીએ-ઉછેરીએ અને પ્રકળતિના જતનમાં જોડાઇએ. દરેક શિક્ષકને ઉદ્દેશીને તેમણે જણાવ્યું હતું કે, દરેક શિક્ષક પાસે બાળકોની ફોજ હોય છે, પ્રત્યેક બાળક પાસે એક વળક્ષ વવડાવી ત્રણ વર્ષ સુધીનું સંવર્ધન થાય એ ચિંતા આ શિક્ષક મિત્રો કરશે તો આ એક પ્રકારની જાગળતિનું કામ ભવિષ્ય માટે થશે.
આ પ્રસંગે ગ્રીન પ્લેનેટના સી.ઈ.ઓ એહમદ પઠા ણે જણાવ્યું હતું કે, વિશ્વ પર્યાવરણ દિવસ એટલે પર્યાવરણ પ્રેમીઓ માટે બેસતું વર્ષ છે. પ્રકળતિ માટે એ રીતે કાર્ય કરો કે, એવોર્ડ મળે કે ન મળે, કોઈ તમારા કામની નોંધ લે કે ન લે પણ ઉપર બેઠેલા ઈશ્વરે ચોક્કસ તમારા કાર્યની નોંધ લેવી પડે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
