તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 8th June 2025
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ 25 જુલાઇ થી થશે અશે 23 ઓગસ્ટે સમાપ્ત થશે
આ વર્ષે 2025માં 4 સોમવાર આવશે: 9 ઓગસ્ટ શનિવારે રક્ષા બંધન (શ્રાવણી પૂનમ) અને 16 ઓગસ્ટ શનિવારે (કૃષ્ણ જન્માષ્ટમી)

અમદાવાદ: મહાદેવને સમર્પિત શ્રાવણ માસનો પ્રારંભ 25 જુલાઇ શ્રાવણ સુદ એકમથી થશે અને 23 ઓગસ્ટ શનિવારે શ્રાવણ વદ અમાસે સમાપ્ત થશે. શ્રાવણ માસ મહાદેવને સમર્પિત છે તેવી જ રીતે સાતેય વાર પણ કોઇને કોઇ દેવતાને સમર્પિત છે. સોમવાર મહાદેવનો વાર કહેવાય છે. જેથી મહાદેવના સાધના આરાધનાના શ્રાવણ માસમાં જ્યારે સોમવાર આવે છે તો તેનું મહત્વ વિશેષ હોય છે. આ વર્ષે 2025માં 4 સોમવાર આવશે. આ શ્રાવણ માસ અન્ય તહેવારથી પણ ભરપૂર હોય છે, આ માસમાં રક્ષાબંધન સહિત અનેક પર્વ આવે છે. જેની યાદી જોઇએ તો 28 જુલાઇ શ્રાવણ માસનો પ્રથમ સોમવાર
4 ઓગસ્ટ બીજો શ્રાવણ માસનો બીજો સોમવાર
9 ઓગસ્ટ શનિવારે રક્ષા બંધન (શ્રાવણી પૂનમ)
11 ઓગસ્ટ સોમવાર (શ્રાવણનો ત્રીજો સોમવાર)
13 ઓગસ્ટ બુધવાર નાગપંચમી
14 ઓગસ્ટ ગુરૂવાર રાંઘણછઠ્ઠ
15 ઓગસ્ટ શુક્રવાર સ્વતંત્ર દિવસ, શીતળા સાતમ, પારસીનું નવ વર્ષ
16 ઓગસ્ટ શનિવારે (કૃષ્ણ જન્માષ્ટમી)
17 ઓગસ્ટ રવિવાર નૌમ
18 ઓગસ્ટ સોમવાર શ્રાવણ દસમ (શ્રાવણનો ચોથો સોમવાર)
19 મંગળવાર અગિયાર
20 બુધવાર શ્રાવણ વદ બારસ (પર્યુષણનો પ્રારંભ)
23 ઓગસ્ટ શનિવારે શ્રાવણનો અંતિમ દિવસ (શ્રાવણ વદ અમાસ)
હિન્દુ કેલેન્ડર મુજબ, રક્ષાબંધન 2025માં 9 ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવશે. પૂર્ણિમા તિથિ 8 ઓગસ્ટ 2025ના રોજ 2;12 વાગ્યો શરૂ થશે અને 9 ઓગસ્ટના રોજ બપોરે 1 :24 વાગ્યે સમાપ્ત થશે.
રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત
હવે ચાલો જાણીએ રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત કયો છે? રક્ષાબંધનના દિવસે એટલે કે શનિવાર, 9 ઓગસ્ટ 2025 ના રોજ, રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત સવારે 5:47 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 1:24 વાગ્યા સુધી ચાલુ રહેશે.
હિન્દુ માન્યતાઓમાં, ભદ્રા કાળ દરમિયાન શુભ કાર્ય કરવું નિષેધ માનવામાં આવે છે, અને આ સમય દરમિયાન રાખડી બાંધવી પણ અશુભ માનવામાં આવે છે. સારી વાત એ છે કે 2025 માં, ભદ્રાનો રક્ષાબંધન પર લગભગ કોઈ પ્રભાવ પડશે નહીં. ભદ્રા કાળ 9 ઓગસ્ટના રોજ સૂર્યોદય પહેલા સમાપ્ત થશે, જેનો અર્થ છે કે બહેનો કોઈપણ ચિંતા વિના દિવસભર રાખડી બાંધી શકે છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
