<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

સાગબારાના કોલવણમાં બાળકી પર દીપડાના હુમલા બાદ વન વિભાગે રેસ્ક્યુ કરી દીપડાને પાંજરે પૂર્યો

શનિવારે રાત્રે વન વિભાગ ની ટીમે બેડાપાણી ગામની સીમ માં રેસ્ક્યુ કરી શેરડીના ખેતર માંથી દીપડાને ઝડપી પાંજરે પૂર્યો :કુલ 70 કર્મચારીઓએ રેસ્ક્યૂ કરી દીપડાને દાટ મારી બેભાન કર્યા બાદ નેટ (જાળી) માં ફસાવ્યા બાદ પાંજરે પુરવામાં સફળતા મળી

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકામાં ફરતા એક દીપડાએ બાળકીનો જીવ લીધો હતો જેથી ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી જતા વન જિભગ સતર્ક થયું હતું

    મળતી માહિતી અનુસાર વિશાલભાઈ જયંતભાઈ વસાવા (રહે. કોલવાણ, નદી ફળીયુ.તા. સાગબારા, જીલ્લો નર્મદા)ની દીકરી શ્રેયલ વિશાલભાઈ જયંતભાઈ વસાવા (ઉ.વ.-૯) કોલવાણ ગામની સીમમા આવેલ પુંજરીયાભાઇ વાલજીભાઇ વસાવાના ખેતરના શેઢા ઉપર ઉપર રમતી હતા તે વખતે જંગલી દિપડાએ અચાનક હુમલો કરી ગળામાં જમણી બાજુ બચકુ ભરી શેરડીના ખેતરમાં ખેચી જઇ ગંભીર ઇજા કરતા બાળકીનું મોત થયું હતું.
    આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો ત્યારબાદ રાજકીય આગેવાનો એ પણ આ પરિવારની મુલાકાત લીધી અને જરૂરી સહાય પણ અપાવી અને આ દિપડા ને પકડવા વન વિભાગે અનેક પેંતરા અપનાવ્યા છે જેમાં મોટા LED પડદા નો ઉપયોગ કરીને દીપડાથી બચવા અને સાવચેત રહેવાની કેટલીક બાબતો નોંધી સતર્કતા રાખવા ફિલ્મ વિડિઓ બતાવવામાં આવી રહી છે. લોકોને જગૃત કરવામાં આવી રહ્યાં હતા ત્યારે જ શનિવારે રાત્રે સાગબારા ફોરેસ્ટ ની ટીમે બાતમી મળતા બેડાપાણી ગામની સીમમાં આવેલા એક શેરડીના ખેતરમાં દીપડો સંતાયેલો હોવાની માહિતી મળતા વન વિભાગના 70 કર્મચારીઓ અને ગ્રામજનો એ ત્યાં પહોંચી ટોર્ચના અજવાળે હાથમાં લાકડીઓ લઈ બૂમાબૂમ કરતા દીપડો પોતાને બચાવવા આમતેમ નાસભાગ કરતો હતો ત્યારે જ વન વિભાગના કર્મચારીઓ એ એક દાટ મારી દીપડા ને બેભાન કર્યો અને ત્યારબાદ તેને પાંજરે પૂરતા સૌએ હાશકારો લીધો હતો.
આ સમગ્ર ઓપરેશનમાં નાયબ વન સંરક્ષક ના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું જેમાં એ.સી.એફ ધવલ પટેલ, આરએફઓ વિપિન બારિયા, એનજીઓ ના વૈભવભાઈ અને સિદ્ધાર્થભાઇ અને સાગબારા ફોરેસ્ટ સ્ટાફ મળી અંદાજે 70 જેટલા કરચારીઓએ સફળ રેસ્ક્યુ કરી દીપડા ને પકડવામાં સફળતા મેળવી હતી.
આ સમગ્ર રેસ્ક્યુ ની માહિતી આરએફઓ વિપિન બારિયા એ અમને આપ્યા બાદ ફોટા મોકલવા જણાવ્યું પરંતુ વારંવાર ફોન કરવા છતાં આરએફઓ એ ફોન ઉઠાવ્યો નહીં અને ફોટા કે વીડિયો મોકલ્યા ન હતા. તેનું શું કારણ હોય શકે એ ઉચ્ચ અધિકારી તપાસ કરે તો હકીકત બહાર આવે


 

(9:35 PM IST)