તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Monday, 9th June 2025
બનાસકાંઠાના દાંતાના ગાજીપુર ગામમાં ખેતરમાં કામ કરતા ખેડૂત પર રીંછે હુમલો કર્યો :ગંભીર ઇજા
ઈજાગ્રસ્ત ખેડૂતને દાંતાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

બનાસકાંઠા જિલ્લામાં રીંછના હુમલાની ઘટના સામે આવી છે. દાંતાના ગાજીપુર ગામમાં ખેડૂત પર રીંછે હુમલો કર્યો છે. ખેતરમાં કામ કરી રહેલો ખેડૂત રીંછના હુમલાનો ભોગ બન્યો. રીંછના હુમલામાં ખેડૂતને ગંભીર ઈજાઓ પહોંચી છે. ખેડૂતો બૂમાબૂમ કરતા રીંછ ભાગી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત ખેડૂતને દાંતાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. રીંછના હુમલા બાદ ગામમાં ભયનો માહોલ ફેલાયો છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
