તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Monday, 9th June 2025
અંતે સરકારના આંખ કાન જેવા IB વડાનો ચાર્જ IPS વિરેન્દ્ર યાદવને સુપ્રત
તાજેતરમાં ત્ભ્લ્ અધિકારીઓ વચ્ચે સર્જાયેલ વાયરલ વિવાદથી હર્ષભાઈ સંઘવીને લંડન બેઠા બેઠાં બેઠા નારાજી વ્યકત કરતાં ગુપ્તચર વડાનો ચાર્જ નિર્વિવાદી શષ્ટત ને સુપ્રત થયો ચાલુ માસના અંતે મુખ્ય પોલીસ વડા નિવળત, રથયાત્રા પણ પૂર્ણ થશે. મોટા ફેરફારની ચર્ચાઓ સાચી ઠરશે કે પછી તંત્ર ફરી લાચાર બનશે? IPS વર્તુળોમાં હોટ ટોપિક

રાજકોટ તા. રાજ્ય પોલીસ તંત્રમાં તંત્રની નિર્ણય કરવાની અનિર્ણિયતને કારણે પ્રવર્તમાન સમયમાં ખૂબ અગત્યની માનવામાં આવતી ગુપ્તચર અર્થાત્ આઈબી વડાનું સ્થાન લાંબા સમયથી ખાલી છે , આ જગ્યાનો જેમને ચાર્જ અપાયેલ તેવા અધિકારી પણ નિવળત થતા હવે કોને ચાર્જ આપવામાં આવશે? તેવો પશ્ન માત્ર IPS લેવલે જ નહિ, પોલિટીકલ વર્તુળો અને અન્ય કેડરમાં ચર્ચાતો હતો.
આ સ્થાન માટે પોલીસ ભવન અને અન્યત્ર ફરજ બજાવતા નામોની ચર્ચાઓ વચ્ચે લોકોને સરપ્રાઈઝ આપવામાં ગાંધીનગર દ્વારા આ મહત્વનો ચાર્જ ગાંધીનગર રેન્જ IG વિરેન્દ્ર યાદવને આપી વિવાદ ટાળ્યો છે.
રાજ્ય સરકારની ગુડ્સ બુકના આ ત્ભ્લ્ નિર્વિવાદી અને ટીમ વર્કથી કામ લેવા માટે જાણીતા છે. ચાલુ માસના અંત સુધીમાં રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય નિવળત્ત થાય છે. હાલમાં જે જગ્યા માટે ખૂબ વિવાદ ચાલે છે તેવી CID ક્રાઈમના વડાનું સ્થાન ખાલી છે , અમદાવાદ રેન્જ પણ ખાલી છે.તેવા સમયે આ બધા સ્થાનો માટે શું નિર્ણય કરવામાં આવશે? તે તરફ આતુરતા ભરી મીટ છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
