News of Monday, 9th June 2025
સુરત સાયબર ક્રાઈમની કાર્યવાહી : ડિજિટલ એરેસ્ટ કેસમાં બાસ્કેટ બોલનો નેશનલ પ્લેયર સહિત 3 લોકોની ધરપકડ
પકડાયેલા આરોપી રાજુએ પૈસા કમાવા માટે પોતાનું એકાઉન્ટ કિશનને ભાડે આપ્યું અને કિશને પણ પૈસા કમાવા માટે પોતાનું એકાઉન્ટ પરમવીર સિંહને ભાડે આપ્યું હતુ

સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ડિજિટલ એરેસ્ટ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડિજિટલ એરેસ્ટ કેસમાં બાસ્કેટ બોલના નેશનલ પ્લેયર સહિત ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ડિજિટલ એરેસ્ટ કેસમાં સાયબર ક્રાઇમ સેલે આરોપી રાજુ ભીખા પરમાર, કિશન દિગંબરભાઈ પટેલ અને પરમવીરસિંહને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપી રાજુએ પૈસા કમાવા માટે પોતાનું એકાઉન્ટ કિશનને ભાડે આપ્યું હતું અને કિશને પણ પૈસા કમાવા માટે પોતાનું એકાઉન્ટ પરમવીર સિંહને ભાડે આપ્યું હતુ.આ બનાવમાં પરમવીરસિંહ જે પોતે બાસ્કેટ બોલમાં નેશનલ પ્લેયર છે.જેઓ સતત છ વર્ષ સુધી અંદર 19માં રમી ચુક્યો છે.
પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકના 15 ડેબિટ કાર્ડ, 4 બેંકની પાસબુક અને 11 બેંકની ચેકબુક મળીને કુલ રૂપિયા 1,00,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ આખા દેશમાં કુલ 40 ડિજિટલ એરેસ્ટના ગુન્હાઓ નોંધાયા છે. આરોપીઓએ સુરતના ફરિયાદી સિનિયર સિટીઝનને 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં ફસાવી રૂપિયા 16,65,000 પડાવી લીધા હતા. હાલ તમામ આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
