News of Tuesday, 10th June 2025
રાશનકાર્ડ ધારકોને પુરવઠો સપ્લાય કરતા સપ્લાયરોને ત્યાં પુરવઠા મંત્રીનું સરપ્રાઈઝ ચેકિંગ
વહેલી સવારથી સપ્લાયરો સપ્લાય કરી શકે એમ છે કે નહીં તેમજ કવોલીટી યોગ્ય છે કે નહીં તેની અધિકારીઓને સાથે રાખીને કુવરજીભાઈ બાવળીયા દ્વારા સ્થળ તપાસ:ચણા અને તુવેર દાળ સમય મર્યાદામાં પહોંચાડવા કડક સુચના

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.10 : રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે રાશનકાર્ડ ધારકોને જથ્થો પૂરો પાડતા સપ્લાયરોને ત્યાં અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને પૂરતો પુરવઠો છે કે નહીં તેમ જ યોગ્ય છે કે નહીં તેની તપાસ કરતા સપ્લાયરો અવાચક બની ગયા હતા.
રાજ્યમાં રાશનકાર્ડ ધારકોને રાશનનો પુરવઠો પૂરો પાડવા પુરવઠા વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવતી હોય છે ત્યારે આ ટેન્ડર પ્રક્રિયામાં પોતે માલનો સ્ટોક કે ગોડાઉન ધરાવતા ન હોય એવા લોકો પણ ટેન્ડર ભાગ લેતા હોય છે.
સરકારના ધારા ધોરણ મુજબ યોગ્ય સપ્લાયરને પસંદ કરવામાં આવતા હોય છે સપ્લાયરો દ્વારા ટેન્ડરમાં ગોડાઉન અને સ્ટોકની વિગતો દર્શાવી હોય છે આવી વિગતો સાચી છે કે ખોટી અને પુરવઠો ખાવા લાયક છે કે નથી તેની તપાસ કરવા આજે પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ,પુરવઠો યોગ્ય છે કે નહીં તેની તપાસ કરવા લેબોરેટરીના અધિકારીઓને સાથે રાખી આજે સવારે બાવળા અને સાણંદ ખાતે સપ્લાયરોના ગોડાઉને અચાનક સરપ્રાઈઝ ચેકિંગ કરતા સપ્લાયરો અવાચક બની ગયા હતા જો કે તપાસ દરમિયાન સપ્લાયરે બતાવેલ સ્ટોક,ગોડાઉનનુ સ્થળ અને માલની ગુણવત્તા યોગ્ય માલુમ પડી હતી.
આ અંગે કુંવરજીભાઈ બાવળિયાએ "અકિલા"ને જણાવ્યું હતું કે આ સરપ્રાઈઝ ચેકિંગમાં કોઈ પ્રકારની વિસંગતતા સામે આવી નથી તેમણે જણાવ્યું હતું કે આગામી 15 તારીખ સુધીમાં તુવેરદાળ અને ચણા જે એક એક કિલો લાભાર્થીઓને આપવાના છે જેનો પુરવઠો આગામી 15 તારીખ સુધીમાં દુકાન ધારકો સુધી પહોંચી જાય એ માટે કડક સૂચના આપવામાં આવી છે જૂન મહિના સુધીમાં લાભાર્થીઓને આ જથ્થો મળી જાય એ માટે જે તે જિલ્લાના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
