News of Tuesday, 10th June 2025
ગુજરાતમાં કુખ્યાત શખ્સોની ગેરકાયદે ઇમારતો પર બુલડોઝર ફર્યું : અંજાર અને અમદાવાદમાં સપાટો : ભૂતકાળની કાર્યવાહીની યાદો તાજી
મુસ્તાક, નઝીર વોરા અને સરફરાઝ કીટલી જેવા નામચીન ગુનેગારો સામે તંત્રનો સકંજો : ગુજરાત પોલીસ દળની સરાહનીય કામગીરી

રાજકોટ, ૧૦ જૂન ૨૦૨૫: ગુજરાતમાં ગુનેગારો અને કુખ્યાત શખ્સોની ગેરકાયદે સંપત્તિઓ સામે તંત્ર દ્વારા સખત કાર્યવાહીનો દોર શરૂ થયો છે. તાજેતરમાં કચ્છના અંજાર અને અમદાવાદ એમ બે શહેરોમાં કુખ્યાત શખ્સોની ગેરકાયદેસર ઇમારતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા ગુનેગાર આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છમાં કુખ્યાત મુસ્તાકના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહી બોર્ડર રેન્જ વડા ચિરાગ કોરડીયા અને કચ્છ પૂર્વ એસ.પી. સાગર બાગમારના નેતૃત્વ હેઠળ અંજાર પી.આઈ. અજયસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ સપાટાથી વિસ્તારમાં ગુનેગારોને કડક સંદેશ મળ્યો છે.
અમદાવાદમાં પણ કાર્યવાહી: નઝીર વોરા અને સરફરાઝ કીટલી નિશાને
કચ્છ ઉપરાંત અમદાવાદમાં પણ આવા જ નામચીન શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના કુખ્યાત નઝીર વોરા અને સરફરાઝ કીટલીની ગેરકાયદે ઇમારતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહીએ ભૂતકાળની યાદો તાજી કરી છે, જ્યારે અમદાવાદના જુહાપુરાના કુખ્યાત નઝીર વોરાની ગેરકાયદે ઇમારત પર અગાઉ પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. તે સમયે હાલના જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલું અમદાવાદમાં ડી.સી.પી. તરીકે ફરજ બજાવતા હતા.
ગુજરાત પોલીસ દ્વારા આવા કુખ્યાત અને ગુનેગાર તત્વો સામે કડક વલણ અપનાવીને તેમની ગેરકાયદેસર સંપત્તિઓ પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે, જે સમાજમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થશે. આ કાર્યવાહીથી ગુનેગારોમાં ભયનો માહોલ સર્જાયો છે અને સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
