<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ચિરાગ પાસવાન બધો ખેલ બગાડશે!! બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ખળભળાટ મચ્‍યોઃ ચિરાગ પાસવાન ભાજપ - જેડીયુનો ખેલ બગાડશે : તેમની લોક જનશકિત પાર્ટી તમામ ૨૪૩ બેઠકો ઉપર ચૂંટણી લડવાની જાહેરાત કરી : ગઠબંધન ભલે હોય, પરંતુ ચિરાગનો જેડીયુ પ્રત્‍યેનો આક્રમક વલણ હજુ પણ યથાવત કેન્‍દ્રના એનડીએ મોરચામાં સામેલ લોક જનશકિત પાર્ટી (રામવિલાસ)ના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અને કેન્‍દ્રીય મંત્રી ચિરાગ પાસવાને નવ સંકલ્‍પ મહાસભાને સંબોધીત કરતી વખતે કહ્યુ કે તેમનો પક્ષ બિહારની તમામ ૨૪૩ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે : બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે : તેમણે સ્‍પષ્‍ટ કર્યુ કે તેઓ બિહારના હિતમાં ચૂંટણી લડવા માંગે છે.1:52 PM IST

ટ્રાવેલ એજન્‍ટસ ફેડરેશન ઓફ ઇન્‍ડિયાના નવા હોદ્દેદારો : ચેરમેન પદે દિલીપભાઇ મસરાણી ટ્રાવેલ એજન્‍ટસનું સૌથી મોટુ એસોસીએશન TAFIનું ચેરમેન પદ રર વર્ષે રાજકોટના ફાળે *કુલ ૬માંથી ૩ કમિટી મેમ્‍બર્સ રાજકોટના * સેક્રેટરી તરીકે અમદાવાદના બિજલ શાહ - બ્‍લીચ ટુરીઝમ પ્રા. લી. (મો.૯૮ર૪૦ ર૪૦ર૮), ટ્રેઝરર તરીકે સુરતના રજનીશ ભટનાગર- સંસ્‍કાર ટ્રાવેલ્‍સ (મો. ૯૮ર૪૧ ૯૮૪૮૧), કમિટી મેમ્‍બર્સ તરીકે હિંમતનગરના હિમાંશુ પટેલ - ઝુમ ટ્રાવેલીંગ પ્રા. લી.(મો.૯૯૯૮ર રપરપ૬)તથા રાજકોટના કેયુર ગોંડલીયા - રોયલ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ (મો.૯૯૦૯૯ ૭૭૭૩૧) અને કિશન સિદપરા - સ્‍ટેલે ટુર્સ એન્‍ડ ફોરેક્ષ પ્રા.લી. (મો. ૯૪ર૬૯ ૬૯ર૦૦)ની સર્વાનુમતે વરણી * ર૦રપ થી ર૦ર૭ ના વર્ષ માટે બોડી કાર્યરત રહેશે *સમાજહિતને ધ્‍યાનમાં રાખીને ટ્રાવેલ એજન્‍ટસને લગતી સમસ્‍યાઓને પ્રાધાન્‍ય આપવાનો અકિલા સમક્ષ કોલ આપતા દિલીપભાઇ મસરાણી -ફેવરીટ ટુર્સ એન્‍ડ ફોરેક્ષ પ્રા.લી. (મો.૯૪ર૭૮ ૭૮૮૮૮) : સમગ્ર ભારતમાં સભ્‍ય તરીકે કુલ ૧૮૦૦ રજીસ્‍ટર્ડ ટ્રાવેલ એજન્‍ટસ 2:27 PM IST

રાજ્‍યના ૨૦૯ તાલુકાઓમાં મેઘા મહેર... સચરાચાર વરસાદ : દક્ષિણ ગુજરાતમાં શ્રીકાર વર્ષા...૧ થી ૬ ઇંચ ભારે વરસાદ ડોલવણ ૬ ઇંચ, સુબીર ૫.૫ ઇંચ, ભુજ અને બારડોલી ૫ ઇંચ, પલસાણા અને નખત્રાણા ૪.૫ ઇંચ, વ્‍યારા ૪ ઇંચ અને સુરત સિટી ૩ ઇંચ વરસાદઃ પૂર્ણા, અંબિકા, કાવેરી અને મીંઢોળા સહિતની લોકમાતાઓ બેકાંઠે વહેતા અનેક ગામો સંપર્ક વિહોણા, કોઝવે પાણી માં ગરકઃ ઉકાઇ ડેમની જળસપાટી ૩૨૨ ફૂટ ને પાર.. મધુવન ડેમ ના ૧૦ દરવાજા ખોલાયા ...કરછ પંથકમાં ૫ ઇંચ સુધીનો વરસાદ : પૂર્વ અને મધ્‍ય ગુજરાતમાં ૩.૫ ઇંચ... ઉત્તર ગુજરાતમાં ૩ ઇંચ વરસાદ :૫ દિવસ ભારે વરસાદ પડશેઃ આજે નવસારી-વલસાડ જીલ્લા માટે ઓરેન્‍જ એલર્ટ જાહેર થયું 3:08 PM IST

જાત મહેનત કરો એટલે કદી મોટપ ન આવેઃ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ : ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિકાસનો અપ ટુ ડેટ રોડમેપ વર્ણવતા નવનિયુકત કુલપતિ : *અદ્યતન ઇન્‍ફ્રાસ્‍ટ્રચર સાથે યુનિવર્સિટીનું નવું બિલ્‍ડીંગ-કેમ્‍પસ ટુંક સમયમાં કાર્યરત કરવાની નેમઃ તમામ ખાલી જગ્‍યાઓ ઉપર ભરતી * કોઇનું અહિત નહીં, ખોટું ન કરવું, ગેરશિસ્‍ત નહીં ચલાવી લેવાય, સમય-વચનમાં પાછીપાની નહીં તથા કલંક લાગે તેવું એક પણ કાર્ય ન કરવાનો અકિલા સમક્ષ કોલ આપતા ગુજરાતના સૌથી અનુભવી વાઇસ ચાન્‍સેલરઃ પદ-પ્રતિષ્‍ઠા-સેવાની તક આપવા બદલ ઇશ્વરનો આભાર માન્‍યો * વિદ્યાર્થીલક્ષી-શિક્ષણલક્ષી-સમાજલક્ષી-સેવાકીય કાર્ય માટે યુનિવર્સિટીના તમામ વિભાગો સદાય તત્‍પરઃ કલાસરૂમ ટીચીંગના મહત્‍વ સાથે યુનિવર્સિટીને નવી ઉંચાઇ ઉપર લઇ જવાશેઃ સ્‍વ નરસિંહ મહેતાના ગુણોને પ્રાધાન્‍ય2:20 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST