News of Tuesday, 10th June 2025
દેશભરમાંથી ૨૫૦૦ ફરિયાદ છે, તેવા સાયબર માફીયાઓ લોકોને બોટલમાં પૂરી આ રીતે બુચ મારતા
૧૬૫ જેટલા બોગસ ખાતાઓ ખીલવેલા..ગુજરાતના ૨૦૦૦ હજાર કરોડના ઈન્ટરનેશન્લ સાયબર ફ્રોડ અને વાયરલ કિસ્સા અંગે અકિલા સમક્ષ સુરતના PI એસ. એન. દેસાઈએ કારસ્તાન તાર ખોલે છે લોન અપાવવાના બહાને આરોપીઓ દ્વારા અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવાતાઃ સિબિલ સ્કોર ખરાબના નામે લોન નહીં મળે તેવું જણાવી દેતા

કયુબા, થાઇલેન્ડ,. મલેશિયાથી નેટ વર્ક ઓપરેટ થતું હોવાનું જાણી સીપી અનુપમસિંહ ગેહલોત અમેરિકા ગયા ત્યારે પણ ડીસીપી ભગીરથ ગઢવી સાથે આખી રણનીતિ ઘડી. રજા પરથી પરત આવ્યે સહુથી પહેલા આ કિસ્સાના પ્રોગ્રેસ રિપોર્ટ મંગાવેલ
રાજકોટ તા.૧૦: ગુજરાતના સહુથી મોટા અને દેશના મોટા સાયબરફ્રોડ પૈકીના સુરતની ઉધના પોલીસ દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ના માર્ગદર્શન હેઠળ અને ડીસીપી ભગીરથ ગઢવીના નેતળત્વ હેઠળ જેમની ટીમે ૨ હજાર કરોડના સાયબર ફોર્ડનો પર્દાફાશ કર્યો છે તેવા ઉધના પીઆઇ એસ.એન. દેસાઈ દ્વારા અકિલા સમક્ષ ગુજરાતભરમાં વાયરલ કિસ્સા પરથી પડદો હટાવતા કેટલીક ચોંકાવનારી વિગતો વર્ણવી છે.
ઉધના વિસ્તારમાં ગત ૨૧મીના રોજ પોલીસ વાહન ચેકિંગ દરમિયાન બે આરોપીઓ ઝડપી પાડયા હતા. બન્ને આરોપીઓની તપાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય રેકેટ બહાર આવ્યું છે. સૌથી મોટા સાયબર ફ્રોડ ટ્રાન્જેક્શન ના કેસમાં અત્યાર સુધીમાં ૮૯ બેંક એકાઉન્ટ માત્ર આરબીએલ બેંકના મળી આવ્યા હતા. અત્યારે ૭૫ જેટલા બેન્ક એકાઉન્ટ ના વેરીફીકેશન બાકી છે આ આંકડો વધી શકે છે સૌથી મહત્વની વાત છે કે દેશમાં ૧૪૫૫ કરોડના જે પણ સાયબર ફ્રોડ ટ્રાન્જેક્શન થયા છે આ આંકડો પાંચ હજાર કરોડ સુધી પહોચવાની શકયતા પોલીસ વ્યકત કરી છે. સુરતમાં ખોલાયેલા તમામ બેન્ક એકાઉન્ટના ટ્રાન્ઝેકશન તે વાયા ટેલિગ્રામથી સિંગાપોર મલેશિયા કયુબા અને થાઈલેન્ડના ઇન્ટરનેશનલ માફિયાઓ દ્વારા ચલાવવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું છે
કયુબા, થાઇલેન્ડ મલેશિયાના કનેક્શન ધરાવતા આ ઇન્ટરનેશનલ કૌભાંડ અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અમેરિકા જતા પહેલા ડીસીપી ભગીરથ ગઢવી સાથે ચર્ચા કરી આખા કારસ્તાન પર્દાફાશ અંગે કેટલીક રણનીતિ નક્કી કરેલ, અમારા સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી કાવતરાની કડીઓ ખોલી છે.
પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન. દેસાઈએ જણાવેલ કે સુરતના ૧૬૫ જેટલા ચિટિંગ કરી ખોલાવેલ ખાતામાં સાયબર માફીયા રકમ જમા કરાવતા હતા.
સહુથી વધુ ૮૯ ખાતા RBLI બેન્કમાં હતા, કોટક બેન્કમાં ૨૪ ખાતા, યસ બેંકમાં ૨૬, એક્સિસ ૧૩, ઇન્ડિ સાઉન્ડ બેક ૭ વિગેરેનો સમાવેશ છે.
એમ્બ્રોઇડરી, લેંગીસ અને કુર્તી બનાવતા કારખાનેદારોને ધંધા માટે લોન અપાવવાના સપના બતાવી સૂત્રધાર કિરાત જાદવણી અને દિવ્યેશ ચક્રરાનીએ કરંટ ખાતાઓ ખોલાવ્યા છે. લોન અપાવવા પહેલા બન્ને સૂત્રધારો સાઈટ વિઝિટ કરવા પણ જાય છે. પછી વેપારીને બેંકમાં કરંટ ખાતું ખોલાવવાની વાત કરે છે. વેપારીઓ પણ લોન લેવાના ચક્કરમાં બન્ને આરોપીની વાતમાં આવી બેંકમાં ફર્મ સહિતના ડોકયુમેન્ટો આપી કરંટ ખાતું ખોલાવી દેતા હોય છે. કરંટ ખાતાની કીટ વેપારી પાસે આવી જાય એટલે આરોપી તેના ખાતાનો આઈડી-પાસવર્ડ જનરેટ કરી દેતા હતા. પછી તે ખાતાની વિગતો કયુબામાં બેઠેલા શખ્સને ટેલિગ્રામના મારફતે મોકલી આપતા હતા. પછી તે કરંટ ખાતામાં ૩-૪ દિવસમાં કરોડોના ટ્રાન્જેક્શન થાય , આ પછી આરોપીઓ તમારો સિબીલ સ્કોર ખરાબ છે તેથી લોન નહીં મળે તેવું જણાવી દેતા. દેશભરમાંથી આ સાયબર માફીયા વિરુદ્ધ ૨૫૦૦ ફરિયાદ હોવાનું પણ ઉધના પીઆઇ એસ એન. દેસાઈ દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
