<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ખૂન કા બદલા ખૂનઃ બે ભાઇએ મામાના દિકરાને પતાવી દીધો : ભાઇની હત્‍યાનો બદલો લેવા મુંજકા પરશુરામ મંદિર પાસે રહેતાં રાહુલ મેરીયા, ખુશાલ મેરીયાએ મિત્ર રોહિત રાખશીયાની મદદથી મામાના દિકરા શિવરાજને મેટોડાથી ઉઠાવી મુંજકા લાવી માર મારી ફેંકી દીધો હતોઃ શિવરાજનું સારવારમાં મોત થતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયોઃ પરિવારમાં કલ્‍પાંત : મેટોડા પોલીસે રાહુલ, ખુશાલ, તેના પિતા હમીર મેરીયા, મિત્ર રોહિત રાખશીયાને રાતોરાત પકડી લીધાઃ હત્‍યાનો ભોગ બનનાર શિવરાજ ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો : પડધરી ઢોકળીયાનો ૧૮ વર્ષનો શિવરાજ બે મહિનાથી રૈયાધાર મોટા બાપુના ઘરે રહી મેટોડા કંપનીમાં નોકરી કરતો હતો : આઠેક મહિના પહેલા પડધરીના ઢોકળીયામાં બહેનનો દિકરો જયદિપ દારૂ પી ઘરે આવી મામા ગોવિંદભાઇ મુછડીયાને ‘મને તમારી દિકરી ગમે છે, લગ્ન કરાવી દો' કહી ઝઘડા કરતો હોઇ ગોવિંદભાઇ અને તેના પત્‍નિ કંચનબેને જયદિપને પતાવી દીધો હતોઃ હાલ બંને જેલમાં છેઃ ભાઇની હત્‍યાનો બદલો રાહલુ-ખુશાલે મામાના એકના એક દિકરા શિવરાજને પતાવીને લીધો2:59 PM IST

E-KYC મૂદે પૂરવઠાતંત્ર ઘાંધુઃ ગઇકાલે સાંજે એકાએક નિર્ણય જેમના E-KYC સંપૂર્ણ છે તેમને જ પૂરવઠો મળશેઃ બાકીનાને બંધ : રાજકોટના ૮૦ થી ૯૦ હજાર NFSA કાર્ડ હોલ્‍ડરોમાં દેકારોઃ મુખ્‍યમંત્રી-પૂરવઠામંત્રી સુધી ફરીયાદોનો ધોધ વહેવા માંડયો... : જે કાર્ડ હોલ્‍ડરના કાર્ડમાં જેટલા ફેમેલીના NFSA તેટલા જ મેમ્‍બરને ઘઉં-ચોખા-ખાંડ-મીઠુ અપાશેઃ બાકીનાનો પૂરવઠો કાપી નાખવા નિર્ણય : મે મહિનાથી અમલવારીઃ જેમના કાર્ડ E-KYC નથી થયા તેમના કાર્ડ હાલ ટેમ્‍પરરી રદ્‌ થઇ ગયા જેવો ઘાટઃ રાજયભરમાં લાખો ગરીબ કાર્ડ હોલ્‍ડરોની દશા ખરાબ સસ્‍તા અનાજ એસો.ના હિતુભા જાડેજાએ જણાવ્‍યું આવા નિર્ણયથી કાર્ડ-હોલ્‍ડરો-દુકાનદારો વચ્‍ચે ભારે ઘર્ષણ થશેઃ ઓનલાઇન નિર્ણયઅંગે ભારે ચર્ચા. 4:00 PM IST