News of Tuesday, 10th June 2025
અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમ નવીનીકરણને અડચણરૂપ રિટ ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી
અરજદારો જમીનના ભાગો પર માલિકીનો અધિકાર પુરવાર કરવામાં નિષ્ફ નીવડ્યા છે તેમ હાઇકોર્ટ ઠરાવ્યું

અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ નવીનીકરણને અડચણરૂપ રિટ ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. સાબરમતી આશ્રમ ટ્રસ્ટની જગ્યા પર અધિકારના દાવો કરતી રાઠોડ પરિવારની અરજીને કોર્ટે ફગાવી દિધી છે. 6000 ચો.મી જગ્યા પર વારસાગત માલિકીનો દાવો કરી રાઠોડ પરિવારે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
1930-40 માં મહાત્મા ગાંધીએ તેમના પૂર્વજો માટે ભેટ આપવામાં આવી હોવાનો અરજીમાં કર્યો હતો દાવો. વિવાદિત જમીનમાં “વણકર વાસ” સહિતની જગ્યાનો સમાવેશ હતો તેમ પણ જણાવાયું હતું. અરજદારો જમીનના ભાગો પર માલિકીનો અધિકાર પુરવાર કરવામાં નિષ્ફ નીવડ્યા છે તેમ હાઇકોર્ટ ઠરાવ્યું છે. વિવાદિત સમગ્ર જગ્યા સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની માલિકીની છે અને રાઠોડ પરિવારનો કોઈ હક ના હોવાનો ટ્રસ્ટનો દાવો છે. ટ્રસ્ટ વતી હાજર થયેલા જી એચ વીર્કની રજૂઆતને ધ્યાને રાખી કોર્ટે નિર્ણય આપ્યો છે. હાઇકોર્ટના નિર્ણય બાદ હવે નવીનીકરણનું કામ ઝડપી થશે
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
