News of Thursday, 12th June 2025
નર્મદા : ડાયાબીટીસની બીમારીથી પીડિત આધેડને અચાનક ચક્કર આવતા મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડીયાકોઠી ગેલીનાર ફળીયુ ના એક આધેડ વ્યક્તિગત ડાયાબિટીસ હોય અચાનક ચક્કર આવ્યા સારવાર દરમિયાન મોત થયું છે
મળતી વિગતો અનુસાર રમેશભાઇ જેસંગભાઇ તડવી (ઉ.વ.આ.૫૫ ) ( રહે-કેવડીયાકોઠી ગેલીનાર ફળીયુ તા. ગરૂડેશ્વર જિ.નર્મદા ) ને ડાયાબીટીસની બિમારી હોય અને તેઓ દરરોજ ગોળી લેતા હતા અને સવારમાં ભેંસનું દુધ કાઢતા હતા તે વખતે ચક્કર આવતા રમેશભાઇ ને એકતાનગર ટ્રોમા સેન્ટર ખાતે સારવાર માટે બેભાન હાલતમાં દાખલ કરેલ ત્યાં સારવાર દરમ્યાન ડોક્ટરે તેમને.મૃત જાહેર કરતા એકતાનગર પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
