<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

અમદાવાદમાં ઇદ મનાવી લંડન પરત જતો ખાનપુરનો સૈયદ પરિવારનો ભોગ લેવાયો

અમદાવાદ, તા.૧૩: અમદાવાદના ખાનપુર વિસ્‍તારનો એક પરિવારના તમામ સભ્‍યોએ જીવ ગુમાવ્‍યા છે. ઈદ-ઉલ-અઝહાનો તહેવાર મનાવવા ખાનપુર વિસ્‍તારમાં એક દંપતી તેમના બે બાળકો સાથે આવ્‍યા હતા. ત્‍યારે તહેવાર પુરૂં થતા તેઓ લંડન જઈ રહ્યા હતા. તે સમયે પ્‍લેન મેઘાણીનગર વિસ્‍તારમાં ક્રેશ થતા તમામ  સૈયદ ઈનાયતઅલી સૈયદ મિયાં, સૈયદ નફીસાબાનુ ઈનાયત અલી, સૈયદ તસકીન ઈનાયતઅલી, સૈયદ વાકુઈઅલી ઈનાયતઅલીના મોત થયા છે.

(11:39 AM IST)