<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

SGVP છારોડી ગુરુકુલમાં રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજની સાનિધ્યમાં આમ્રકૂટોત્સવ યોજાયો. તમામ કેરીઓ ગરીબોમાં વહેંચાશે

 

અમદાવાદ તા. ૧૧ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે કુંજવિહારીદાસજી સ્વામીની આગેવાની નીચે SGVP છારોડી ગુરુકુલમાં રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજ સમક્ષ, હોસ્ટેલના વિદ્યાર્થીઓના સહકારથી એક હજાર કિલો કેરીનો આમ્રકૂટોત્સવ યોજાયો હતો. ઠાકોરજીને ધરાવેલ તમામ કેરીઓ ગરીબો અને વિદ્યાર્થીઓમાં વહેંચવામાં આવી હતી.

                                                            - કનુ ભગત

(11:45 AM IST)