<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

અમદાવાદના પ્‍લેન ક્રેશમાં મૃત્‍યુ પામેલા નાગરીકોને બાર કાઉન્‍સીલની શ્રધ્‍ધાંજલી

આજે રાજયભરના બાર એસો. દ્વારા શ્રધ્‍ધાંજલી કાર્યક્રમ યોજાયાં

રાજકોટ તા. ૧૩: બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે. જે. પટેલે જણાવ્‍યું છે કે અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જતી એરઇન્‍ડિયાની ફલાઇટમાં મુસાફરી કરી રહેલા પાયલોટ, ક્રુઝ મેમ્‍બર્સ, તમામ મુસાફરો તેમજ સિવિલ હોસ્‍પિટલમાં અભ્‍યાસ કરતા એમ.બી.બી.એસ. ડોકટરો વિમાન દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા છે તે બદલ ગુજરાતના સમગ્ર બાર એસોશિએશનોના તમામ ધારાશાસ્‍ત્રીઓમાં ગહેરા શોકની લાગણી ઉભી થયેલ છે. પ્‍લેન ક્રેશમાં તમામ મૃત્‍યુ પામેલા મુસાફરોની આત્‍માને શ્રધ્‍ધાંજલી આપવા માટે અને ઊંડા શોકની લાગણી વ્‍યકત કરવા માટે ગુજરાતના તમામ બાર એસોશિએશનના ધારાશાસ્‍ત્રીઓએ તા. ૧૩/૦૬/ર૦રપના રોજ સવારે ૧૧-૦૦ કલાકે પાંચ મિનિટનું મૌન રાખી શ્રધ્‍ધાંજલી ઠરાવનો કાર્યક્રમ દરેક બાર એસોસીએશને કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જે સંદર્ભે દરેક બાર એસો.એ શ્રધ્‍ધાંજલી કાર્યક્રમ યોજેલ હતો.

(11:54 AM IST)