<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

પુત્ર લંડન રહેતો હોઇ આણંદના બિલ્‍ડર દાતા તાજદીનભાઇ સજોડે જતા'તાઃ ઉમરેઠના સલમાબેન વ્‍હોરા પુત્રીની પ્રસૂતિ માટે જતા'તા

 

આણંદ તા. ૧૩: આણંદ શહેરમાં સલાટીયા રોડ પર હાલાણી હાઈટની સામે ડાયમંડ સોસાયટીમાં રહેતા અને મૂળ વાપીનાં બદરૂદ્દીન હાલાણી, તેમનાં પપ્તી યાસ્‍મીનબેન અને ભાભી મલેકબેન રાજુભાઈ હાલાણીનો પુત્ર લંડન ખાતે રહેતો હોઈ ત્રણેય જણા આણંદથી અમદાવાદ એરપોર્ટ ગયા હતા અને લંડન જતી ફલાઈટમાં બેઠા હતા, બદરૂદ્દીન હાલાણીએ પોતાની પત્‍ની યાસ્‍મીનબેન સાથે પ્‍લેનમાં બેઠા બાદ ફોટો પડાવીને પોતાનાં ભત્રીજાઓને મોકલ્‍યો હતો, કે તેઓ પ્‍લેનમાં બેસી ગયા છે. ત્‍યારબાદ બદરૂદ્દીનભાઈને અમદાવાદ એરપોર્ટ છોડવા ગયેલો ભત્રીજો અને તેનો પરિવાર આણંદ પરત આવવા નિકળ્‍યા હતા ત્‍યારે રસ્‍તામાં લંડન જતા પ્‍લેન ક્રેશ થયાનાં સમાચાર સાંભળી તેઓ પરત એરપોર્ટ ખાતે દોડી ગયા હતા. બદરૂદીનભાઈ જે પ્‍લેનમાં સવાર હતા તે પ્‍લેન ક્રેશ થયાનાં સમાચાર સાંભળી તેઓનાં પાડોસમાં રહેતા પાડોસીઓ અને સગા વ્‍હાલાઓ વાતચીત કરતા રડી પડયા હતા.

આણંદનાં જાણિતા બિલ્‍ડર અને દાતા તાજદીનભાઇ હાલાણીનાં મોટા ભાઈ બદરૂદ્દીનભાઈ તેમજ બે ભાભીઓ જે પ્‍લેનમાં સવાર હતા

જયારે ઉમરેઠનાં બાલાપીર સોસાયટીમાં રહેતા વ્‍હોરા  સલમાબેન રજાકભાઈ પોતાની લંડન ખાતે રહેતી દિકરીની પ્રસુતિ થનારી હોઈ દિકરીની દેખરેખ રાખવા માટે  લંડન જઈ રહ્યા હતા.

(2:17 PM IST)