<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

રાજપીપળામાં ચાલતા ટ્યુશન ક્લાસો તંત્રની મંજૂરી વિના આડેધડ ચાલે છે : દુઘટર્ના ઘટે તો જવાબદાર કોણ

કેટલાક ક્લાસો તો કોમર્શિયલ દુકાનોમાં ચાલતા હોય જેમાં એસી ચાલુ કરવા દુકાનનુ શટર પણ બંધ કરાઈ છે: ફાયર સેફ્ટી કે લાગુ પડતા કોઈજ નિયમનું પાલન સંચાલકો દ્વારા કરવામાં આવતું નથી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા શહેરમાં ઘણા ટ્યુશન ક્લાસો ચાલે છે પરંતુ તંત્રની મંજૂરી વિના ચાલતા આ ટ્યુશન ક્લાસો ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે માટે તંત્ર એ આવા મંજૂરી વિના ગેરકાયદેસર ચાલતા ક્લાસો પર ચેકીંગ કરી તેની સામે કડક પગલા લઈ નિયમોનું પાલન કરાવવા કાર્યવાહી કરવી જરૂરી છે.

    કેટલાક ટ્યુશન કલાસ એકદમ સાંકડી જગ્યામાં ચાલતા હોવાથી બાળકોને ગીચોગીચ બેસાડતા જોવા મળે છે તો કેટલાક ક્લાસો કોમર્શિયલ દુકાનોમાં ચાલે છે પરંતુ ત્યાં ફાયર સેફ્ટી કે અન્ય કોઈ સુવિધા નથી ઉપરાંત ગરમી વધુ હોય ત્યારે એસી ચાલુ કરવા માટે દુકાનની શટર પણ બંધ કરી દેતા જાણે બાળકોને જેલમાં પૂર્યા હોય તેમ લાગે છે. ભૂતકાળમાં આ કાયદાનો કડક અમલ કરાવવા રાજપીપળા નગરપાલિકા ટીમે શહેરમાં દરેક ઠેકાણે ફાયર સેફ્ટી સહિતની ધારાધોરણ મુજબની બાબતનું કડક ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં જૂની સિવિલ હોસ્પિટલમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જણાતા પાલિકા ટીમે સિવિલ સર્જનની ઓફિસ પણ શીલ કરી હતી.
મોટાભાગના ટ્યુશન ક્લાસોમા વિધાર્થીઓની સંખ્યા વધુ હોય છે તેવામાં જો સંચાલકો ફાયર સ્ફટી કે પાલિકાની મંજૂરી વિના ફક્ત રૂપિયા કમાવવાની લાલચ રાખી આ ક્લાસ ચલાવતા હોય તો એ ત્યાં ભણતાં વિધાર્થીઓ માટે જોખમી કહી શકાય.પાલિકા તંત્ર આ બાબતને ગંભીરતા થી લઈ ટ્યુશન ક્લાસો પર ચેકીંગ હાથ ધરી કોની પાસે પાલિકાની પરમિશન કે ફાયર સેફ્ટીની સુવિધા નથી તેની તપાસ કરી કડક કાર્યવાહી કરે તે ત્યાં અભ્યાસ કરતા બાળકોના હિતમાં કહેવાશે


 

(10:15 PM IST)