<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th June 2025

ગુજરાતના 58 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ: વીજળી પડતા 4 લોકોના મોત અને 2 ઇજાગ્રસ્ત

ગોંડલ તાલુકામાં સૌથી વધુ 3.56 ઇંચ વરસાદ:રાજકોટમાં 2.32 ઇંચ, લુણાવાડામાં 1.38 ઇંચ, કવાંટમાં 1.32 ઇંચ, કલોલમાં 1.30 ઇંચ, ધંધુકામાં 1.18 ઇંચ, જેતપુરમાં 1.18 ઇંચ, જાંબુઘોડામાં 1.10 ઇંચ વરસાદ

અમદાવાદ :ગુજરાતના મોટાભાગના વિસ્તારના વાતાવરણમાં અચાનક જ ફેરફાર જોવા મળ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ, અમરેલી, ગોંડલ, સુરત, નવસારી, તાપી, ડાંગ સહિત અનેક શહેરોમાં મેઘરાજાએ પધરામણી કરી છે. ત્યારે રાજકોટ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ છે અને વીજળી પડવાના ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા છે.  ગુજરાતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડતા 4ના મોત અને 2 ઇજાગ્રસ્ત થયાની ઘટના સામે આવી છે. 

   હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક શહેરોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. ગુજરાતના 58 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં સૌથી વધુ 3.56 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટમાં 2.32 ઇંચ, લુણાવાડામાં 1.38 ઇંચ, કવાંટમાં 1.32 ઇંચ, કલોલમાં 1.30 ઇંચ, ધંધુકામાં 1.18 ઇંચ, જેતપુરમાં 1.18 ઇંચ, જાંબુઘોડામાં 1.10 ઇંચ સહિત મુળી, બાંટવા, નેત્રંગ અને લોધિકા તાલુકામાં વરસાદ વરસ્યો છે. અન્ય 46 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં ભારે પવનથી વાહનચાલકોએ વાહન ધીમે ચલાવવા ફરજ પડી છે. આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 

    હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ રાજકોટમાં એક કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારે ગુજરાતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડતા 4ના મોત અને 2 ઇજાગ્રસ્ત થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, આજે રાજ્યમાં વીજળી પડતા 4ના મોત અને બે ઇજાગ્રસ્ત થયા છે. જેમાં સુરતના કંટવાવ ગામે વીજળી પડતા 40 વર્ષીય મહિલાનું મોત થયું છે.દાહોદના મુવાલિયા ગામમાં વીજળી પડતા પિતા-પુત્રનું મોત થયું છે. દાહોદના ધાનપુરમાં વીજળી પડતા 15 વર્ષીય સગીરા ઇજાગ્રસ્ત થયો છે. છોટાઉદેપુરના કોલિયારી ગામમાં વીજળી પડતા એકનું મોત અને એક ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

ગુજરાતના અનેક ભાગમાં આજથી વરસાદ થવાની સંભાવના છે. ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, આવતીકાલ 15 જૂને પણ રાજ્યના અનેક ભાગમાં વરસાદ થશે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગમાં 18 થી 24 જૂન દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે. 

 

(12:36 AM IST)