<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th June 2025

સુરત શહેરના અનેક વિસ્તારોમાં અસહ્ય બફારા વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા

કતારગામ ,અડાજણ ,અઠવા અમરોલી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો:વરસાદ પડતા રોડ પાણીથી તરબોળ થઇ ગયા

ગુજરાતના મોટાભાગના વિસ્તારના વાતાવરણમાં અચાનક જ ફેરફાર જોવા મળ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે. 

સુરત જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સુરત શહેરના અનેક વિસ્તારોમાં અસહ્ય બફારા વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કતારગામ ,અડાજણ ,અઠવા અમરોલી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા રોડ પાણીથી તરબોળ થઇ ગયા હતા. નોકરી પરથી ઘરે જતા લોકો વરસાદના કારણે અટવાયા હતા.

(1:20 AM IST)