<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

કોડબા ખાતે વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે જાગૃતિ, નિદાન અને સારવાર કેમ્પનું આયોજન

સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર (પ્રકૃતિ જનરલ હોસ્પિટલ) કોડબા તા. સાગબારા ખાતે સમગ્ર આયોજન કરાયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા  નર્મદા જિલ્લામાં સિકલ સેલ નું પ્રમાણ વધુ જોવા મળે છે ત્યારે આરોગ્ય વિભાગ પણ સમયાંતરે આ માટે કેમ્પ અને જાગૃતિ લાવવા અનેક પ્રયાસો કરે છે અને હાલમાં સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર (પ્રકૃતિ જનરલ હોસ્પિટલ) કોડબા તા. સાગબારા ખાતે વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે જાગૃતિ, નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 300 થી પણ વધારે સિકલ સેલ ડિસીઝ ધરાવતા મિત્રોએ આ કેમ્પનો લાભ લીધો આ કેમ્પમાં દરેક મિત્રોને અલગ અલગ નિષ્ણાંત ડોક્ટરોએ એમની સેવાઓ આપી હતી.
જેમાં બહારના અને લોકલ મળી 50 થી વધુ ડોક્ટર મિત્રો એ એમનો કિંમતી સમય અને નિઃશુલ્ક સેવાઓ આપી લોહીના ડોક્ટર અંકિતભાઈ અને સિકલ સેલના નિષ્ણાંત ડો અશ્વિન વસાવા સાથે હાડકાના ડોક્ટર ડો નીતિન ચૌધરી અને ડો શાંતિકર વસાવા નાનસિંગ ગુરુજી, કનુભાઈ વસાવા (ONGC) અને એમની ટિમ સાથે ડો.દયારામ વસાવાના સાથી ડોક્ટર મિત્રો પણ આ કેમ્પમા ભગીદાર બન્યા.પારૂલ હોસ્પિટલના ડો સ્વપ્નિલ અને એમની ટીમે આયુર્વેદિક દવાઓ અને સલાહ આપી મદદરૂપ થયા હતાં.
સિકલ સેલ જન જાગૃતિ માટે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી રહ્યા છીએ જેની આજે શરૂવાત કરી તે માટે આદિવાસી સમાજના ફિલ્મ સ્ટાર પ્રિન્સ વસાવા અને એમની ટિમ મદદરૂપ થઈ રહી છે. શ્રી જી આઈ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત ના સહયોગ થકી આ કેમ્પનું આયોજન થયું હતું.

(11:02 PM IST)