તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Wednesday, 18th June 2025
ગુજરાતના રર૭ તાલુકામાં વરસાદ વરસ્યો
સાર્વત્રિક વરસાદથી ખેડુતોના હૈયે ટાઢક

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૧૮: તા. ૧૮-૦૬-ર૦રપ ના સવારના ૬ વાગ્યા સુધીના છેલ્લા ર૪ કલાકના વરસાદના આંકડા. ગુજરાત રાજયના રપ૧ તાલુકા પૈકી રર૭ તાલુકામાં વરસાદ થયેલ છે. રાજયના ૭પ તાલુકામાં રપ મીમી અથવા વધુ વારસાદ છે. તે પૈકી ૩ર તાલુકામાં પ૦ મીમી અથવા વધુ વરસાદ છે.
સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારમાં મેધ મહેર ૨૪ કલાક માં કયાં કેટલો વરસાદ નોંધાયો તેના આંકડા નીચે મુજબ છે.
બોટાદ ના બરવાળા ૮ ઈંચ, સાયલા ૬ ઈંચ, બોટાદમાં સાડા પાંચ ઈંચ, મૂડી સાળા પાંચ ઈંચ, જોડીયામાં સવા પાંચ, થાનગઢમાં સાળા ચાર ઇંચ, ઉમરાળામાં સવાચાર ઈંચ, વલભીપુર ૪ ઇંચ, ચુડા સાડાત્રણ ઈંચ, રાણપુર સાડા ત્રણ ઇંચ,ગાંધીધામ સવા ત્રણ ઈંચ, ધંધુકા સવા ત્રણ ઈંચ, આણંદના બોરસદ ૩ ઇંચ, અંજાર ૩ ઇંચ, હળવદ- ૩ ઇંચ, ધોલેરા-૨.૫ ઇંચ, સિહોર- ૨.૫ ઇંચ, આણંદ- ૨.૫ ઇંચ, ઈડર-૨.૫ ઇંચ, મોરબી-૨.૩ ઇંચ, ચોટીલા- ૨.૩ ઇંચ, સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
