<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

માતૃભૂમિ માટે બહાદુરી, હિંમત અને બલિદાનના પ્રતીક ખુદીરામ બોઝે ભારત માતાની સ્વતંત્રતા માટે યુવાનોને સંગઠિત કર્યા અને તેમને સશસ્ત્ર ક્રાંતિ માટે પ્રેરણા આપી અને દેશવાસીઓને સ્વદેશી માટે પણ જાગૃત કર્યા : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે મહાન દેશભક્ત અને અમર શહીદ ખુદીરામ બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી : અસંખ્ય ક્રાંતિકારીઓ માટે પ્રેરણારૂપ બનેલા ખુદીરામ બ્રિટિશ સરકારના ત્રાસથી પણ ક્રાંતિના માર્ગથી વિચલિત ન થયા અને તેમણે માતૃભૂમિ માટે ખુશીથી પોતાનું જીવન બલિદાન આપ્યું : ખુદીરામ બોઝની શૌર્યગાથા દરેક યુવાનો માટે રાષ્ટ્રને પ્રથમ રાખવા માટે પ્રેરણાનો અમૂલ્ય સ્ત્રોત છે.3:19 PM IST

મોરબીના લોકોને સુરક્ષાનો અહેસાસ, અસામાજિક તત્‍વોને કાબૂમાં રાખવા ડ્રોન સર્વેલેન્‍સ શરૂ કરાવતા અશોકકુમાર યાદવ : હાઈકોર્ટ સ્‍ટે હટયો અને રાજકોટ રેન્‍જ ig દ્વારા જામનગર બેઠા બેઠા વિવિધ જિલ્લાનો પોલીસ કાફલો ખડકી, લોકોને સલામતિનો અહેસાસ કરાવ્‍યો : રાષ્‍ટ્રીય સુરક્ષા માટે ખૂબ જોખમરૂપ હોવાના સેન્‍ટ્રલ ib રિપોર્ટ પછી દ્વારકા ઓખાના મેગા ડિમોલેશનની જવાબદારી ગાંધીનગર દ્વારા રાજકોટ રેન્‍જ ig ને સુપ્રત કરવાની નોંધ ખુદ વડાપ્રધાને લીધેલ, તે બાબત કેન્‍દ્રમાં રાખી, ગાંધીનગર સ્‍ટે ફુટ થાય ત્‍યારે શાંતિ, સલામતીપૂર્વક કામગીરી થાય અને જન જીવન ધબકતું રહે તે માટે આ સમયે પણ આ સિનિયર ips ને જવાબદારી આપેલ જેમાં ફુલ્લી પાસ થયા છે : ખાસ રણનીતિ અંતર્ગત ધાર્મિક સ્‍થળ નજીકની જવાબદારી મોરબી એસપી મુકેશ પટેલના માર્ગદર્શનમાં dysp પ્રતિપાલસિંહ ઝાલાને સુપરવિઝન આપ્‍યું, આસપાસની અન્‍ય મહત્‍વની જવાબદારી સંભાળવા વાંકાનેર dysp સમીર સારડા જેવા અનુભવી ઉપર પસંદગી ઉતર સૌરાષ્‍ટ્રના વડા દ્વારા ઉતારવામા આવી12:12 PM IST

 ક્રિસ્‍ટલ મોલમાં ‘લાલો'ના પ્રમોશનમાં ભીડ બેકાબૂઃ ગુનો નોંધાયો . : જુઓ વિડિયો : ભીડ એવી ઉમટી પડી કે અફડા-તફડી મચી ગઇઃ કલાકારો સાથે ફોટા-સેલ્‍ફી લેવા પડાપડી : મોલના વચ્‍ચેના ભાગે સ્‍ટેજ બાંધી ગુજરાતી ફિલ્‍મના એક્‍ટર, પ્રોડયુસર, ડિરેક્‍ટર, સ્‍ટારકાસ્‍ટને બોલાવાતાં ભીડ બેકાબૂ બની ગઇ હતીઃ એક બાળકી એલીવેટર પરથી પટકાતી માંડ બચીઃ બે લોકોએ બચાવી લીધીઃ યુનિવર્સિટી પોલીસે મોલના મેનેજર સમીર વિસાણી સામે કાયદેસરની કાર્યવાહી કરી : પુર્વ મંજુરી વગર ‘લાલો' ફિલ્‍મનું પ્રમોશનઃ મેનેજર સામે જાહેરનામા ભંગ સબબ પોલીસની કાર્યવાહી : કલાકારોએ અગાઉથી જ સોશિયલ મિડીયાથી લોકોને પોતે ક્રિસ્‍ટલ મોલ ખાતે આવી જવા સંદેશો આપ્‍યો હોઇ મોટી સંખ્‍યામાં લોકો ઉમટી પડયા હતાં2:29 PM IST

સતત એક સપ્તાહ સ્‍વર, લય અને ભાવમાં રાજકોટવાસીઓને તરબોળ કરતા કલામહોત્‍સવ ‘સપ્તસંગીતિ ૨૦૨૬'માં કલાને સમર્પિત ૪૦ થી વધુ ખ્‍યાતનામ કલાકારોને માણવાનો અવિસ્‍મરણીય અવસર મળશે : રાજકોટને કલા નગરીની ઓળખ અપાવતા અને રાજકોટની શાન સમા નિઓરાજકોટ ફાઉન્‍ડેશન પ્રાયોજીત : તા.૨થી ૮ જાન્‍યુઆરી સુધી હેમુગઢવી હોલ ખાતે યોજાશે કાર્યક્રમો : ખુબ ઓછા સાંભળવા મળતા વાદ્યો શરણાઇ, દુક્‍ક્‍ડ, મકરંદિકા ગીટાર, જેમ્‍બે, પીયાનો, સારંગી, મોહન વીણાની રજૂઆત કલા રસિકોને ડોલાવશેઃ શરણાઈનો સુર ભારતીય પરંપરા - પવિત્રતાનું પ્રતિક હોય ‘સપ્ત સંગીતિ' મહોત્‍સવનો પ્રારંભ શરણાઈવાદનથી થશેઃ પહેલીવાર હાર્મોનીયમ ડયુએટ, પર્કશન ગ્રુપ પર્ફોર્મન્‍સ, પીયાનો, તબલા અને વાયોલીનની જુગલબંદી, તબલાનું સ્‍વતંત્ર વાદન તેમજ ઠુમરી અને ગઝલ સાંભળવાનો અલભ્‍ય અવસર કલાસાધકોને મળશેઃ આ વર્ષે પં. રાજેન્‍દ્ર પ્રસન્ના, માલીની અવસ્‍થી, ઉસ્‍તાદ સુજાત ખાન, રિતેશ અને રજનીશ મિશ્રા, પં. વિશ્વમોહન ભટ્ટ અને સુ.શ્રી. કૌશિકી ચક્રવર્તી જેવા દિગ્‍ગજ કલાકારો મંચ શોભાવશેઃ જાન્‍યુઆરી ૦૨ થી ૦૮, ૨૦૨૬ દરમિયાન આયોજીત આ મહા કલાપર્વમાં હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત કલાકારો રાજકોટવાસીઓનું નવુ વર્ષ સંગીત અને કલાથી તરબતર કરી દેશેઃ સપ્ત સંગીતિની દર વર્ષની પરંપરા મુજબ યુવા પ્રતિભાઓને પણ કલા મંચનો ભાગ બનવાનું સૌભાગ્‍ય પ્રાપ્ત થશે, તેમજ રાજકોટ કોર્પોરેશનની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવા માટે મંચ અપાશેઃ આ તમામ કાર્યક્રમો દર વર્ષની માફક સંસ્‍થાની પરંપરા અનુસાર નિઃશુલ્‍ક રહેશે, તે માટે નીઓ રાજકોટ ફાઉન્‍ડેશનની વેબ સાઈટ www.saptasangeeti.org પર તા. ૦૪ ડિસેમ્‍બરના સાંજે ૫ કલાકથી રજીસ્‍ટ્રેશન શરુ થશે3:09 PM IST

જિલ્લા પંચાયતમાં ‘સમય' બદલાયોઃ જુનાના ‘કાંટા' ચોટશે, નવાના ‘ડંકા' વાગશે : કૈંક ઇચ્‍છાઓ અધુરી હોય છે, જિંદગી તોયે મધુરી હોય છે, દ્રાક્ષ ખાટી દર વખતે હોતી નથી, જીભ પણ કયારેક ‘તૂરી' હોય છે અનામત બેઠકોની ફાળવણીથી રાજકીય સમીકરણોમાં ધરખમ ફેરફારઃ અમૂકના અરમાન ‘અધૂરા', અમૂકના દિવસો ‘મધુરા' પંચાયતમાં ઐતિહાસિક ઘટનાઃ વર્તમાન પાંચ વર્ષના છ એ છ મુખ્‍ય પદાધિકારીઓને બેઠક ફાળવણીની અસરઃ પ્રવીણાબેનના મતક્ષેત્રમાં ‘પ્રમુખ' ફેરફારઃ ઉપપ્રમુખ રાજુ ડાંગર માટે હવે રાજકીય ‘થડ' બનશે કોલીથડ, વિકલ્‍પે મોવૈયા બેઠકઃ કારોબારી અધ્‍યક્ષ પી.જી. કયાડા નિવૃતિ તરફઃ અર્જુન ખાટરિયાએ ઢળવા માટે ‘ઢાળ' (ભાજપ) શોધ્‍યો તો લડવા માટે ‘લાગ' મળ્‍યોઃ વિપક્ષી નેતા મનસુખ સાકરિયા માટે મતક્ષેત્ર બદલવાની વેળાઃ અમૂક બેઠકો સામાન્‍ય વર્ગની છતા ત્‍યાં રાજકીય પક્ષોએ બક્ષીપંચના ઉમેદવાર મૂકવા પડે તેવી સ્‍થિતિ.4:07 PM IST