તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Wednesday, 18th June 2025
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 89 તાલુકામાં વરસાદ : ડાંગના આહવામાં અનરાધાર પોણા 5 ઈંચ ખાબક્યો
સુબિરમાં 86 મિ.મી, વેરાવળમાં 81 મિ.મી,વગઈ, સુત્રાપાડામાં 70-70 મિ.મી, વાંસદામાં 53 મિ.મી, સાગબારામાં 36 મિ.મી અને ડેડિયાપાડામાં 21 મિ.મી વરસાદ

અમદાવાદ :ચોમાસાએ ગતિ પકડતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટના દરિયાકાંઠાના જિલ્લાઓમાં એન્ટ્રી મારતાની સાથે જ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે, ત્યારે આજે બપોરે 4 વાગ્યા સુધીમાં મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 89 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સૌથી વધુ વરસાદ 121 મિ.મી (4.7 ઈંચ) ડાંગ જિલ્લાના આહવામાં ખાબક્યો છે.
આ સિવાય સુબિરમાં 86 મિ.મી, ગીર સોમનાથના વેરાવળમાં 81 મિ.મી, ડાંગના વગઈ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 70-70 મિ.મી, નવસારીના વાંસદામાં 53 મિ.મી, નર્મદાના સાગબારામાં 36 મિ.મી, ડેડિયાપાડામાં 21 મિ.મી વરસાદ વરસ્યો છે. આમ આજે દિવસ દરમિયાન 17 તાલુકામાં 1 ઈંચથી વધુ, 7 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 3 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
બપોરે 2 થી 4 વાગ્યા સુધીના વરસાદના આંકડા જોઈએ તો, આ બે કલાક દરમિયાન ડાંગના આહવામાં 88 મિ.મી (3.4 ઈંચ) વરસાદ પડ્યો છે. આ સિવાય ગીર સોમનાથના ઉનામાં 34 મિ.મી, વેરાવળમાં 30 મિ.મી અને સાગબારામાં 29 મિ.મી વરસાદ નોંધાયો છે. આ બે કલાક દરમિયાન 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
