તા. ૨૧ જૂને શનિવારે વર્ષનો સૌથી લાંબો દિવસ અને ટૂંકી રાત્રિ હશે
તા.૨૨ જૂનથી દિવસ ક્રમશઃ ટૂંકો અને રાત્રિ લાંબી થતી જોવા મળશે

નવી દિલ્હી તા.૧૯: આગામી તા. ૨૧ જૂનને શનિવારે દિવસ સૌથી લાંબો અને રાત્રિ સૌથી ટૂંકી હોવાની અદ્ભુત ખગોળીય ઘટના બનશે. આ દિવસે અમદાવાદમાં દિવસ ૧૩ કલાક ૩૦ મિનિટ લાંબો હશે. જયારે રાત્રિ ૧૦ કલાક ૩૦ મિનિટની હશે. ભારતમાં ગત તા. ૨૧ માર્ચે લોકોએ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો. હવે દિવસ-રાત લાંબા-ટૂંકા હોવાનો અહેસાસ થશે.
સૂર્યનો ક્રાંતિવળત અને આકાશી વિષુવવળત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. જાણકારોના મતે આ છંદન બિંદુંને સંપાત દિવસ કહેવાય છે. સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. તેના કારણે તા.૨૧ જૂને શનિવારે આ દુર્લભ ઘટના બનશે. તા.૨૨ જૂનથી કમિક રીતે દિવસ સેકન્ડના તફાવત પ્રમાણે ક્રમશઃ ટૂંકો ને રાત્રિ લાંબી થતી જોવા મળશે. ભારતમાં સૂર્યોદય-સૂર્યાસ્ત પ્રમાણે વિવિધ સ્થળોએ સેકન્ડ મિનિટના તફાવતથી ફેરફારવાળો દિવસ-રાત જોવા મળશે. તા. ૨૧ જૂન પછી સૂર્ય દક્ષિણ દિશા તરફ વળે છે. તેથી તેને દક્ષિણાયાન કહેવાય છે. દિવસ-રાતની લંબાઈ ચંદ્રની દિશા ગતિ અને સૂર્ય તરફ પુથ્વીનો ઝૂકાવ અને સૂર્યને પરિભ્રમણ ગતિ વગેરે પરિબળો પર આધારિત હોય છે. જે સતત બદલાતા રહે છે. પુથ્વી પોતાની ધરી ૨૩.૫ ને ખૂણે નમેલી હોય છે. પુથ્વીનું માથું દક્ષિણ અને ઉત્તર તરફ નમેલું હોવાના કારણે પુથ્વીવાસીઓને ગરમી અને ઠંડી વિવિધ આબોહવાનો અનુભવ સૂર્યના કિરણોના કારણે જોવા મળે છે. શનિવારે તા.૨૧ જુને લાંબામાં લાંબો દિવસ અને ટૂંકી રાત્રિ ત્યારબાદ સેકન્ડના તફાવતે દિવસ ચૂંકો અને રાત્રિ લાંબી હોવાનો લોકો અનુભવ કરશે.(૩૮.૧૪)
કયાં કેટલો લાંબો દિવસ અને કેટલી ટૂંકી રાત્રિ હશે?
સ્થળ દિવસ રાત
અમદાવાદ ૧૩ કલાક ૩૦ મિનિટ ૧૦ કલાક ૩૦ મિનિટ
થરાદ ૧૩ કલાક ૩૧ મિનિટ ૧૦ કલાક ૨૯ મિનિટ
રાજકોટ ૧૩ કલાક ૨૮ મિનિટ ૧૦ કલાક ૩૨ મિનિટ
સુરત ૧૩ કલાક ૨૨ મિનિટ ૧૦ કલાક ૩૮ મિનિટ
મુંબઈ ૧૩ કલાક ૧૩ મિનિટ ૧૦ કલાક ૪૭ મિનિટ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
