ડાંગ, આહવા અને કપરાડામાં ૧૦-વઘઇ ૮-સુબીર, ધરમપુર અને વાંસદામાં ૭-ખેરગામ ૫ અને ડોલવણમાં ૪ ઇંચ
દક્ષિણ ગુજરાતને ધમરોળતા મેઘરાજા.... : રાજ્યમાં આગામી ૩ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહીઃ માછીમારોને પાંચ દિવસ દરિયોના ખેડવા ચેતવણી

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી, ચોમાસા ની સીઝનની ધમાકેદાર શરૂઆત પહેલા રાઉન્ડમાં જ મેઘરાજા સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસતા ૧ થી ૧૦ ઇંચ ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા ૨૪ કલાક માં રાજ્યના ૨૭ જીલ્લા ના ૧૬૦ તાલુકા ઓ માં હળવા થી ૧૦ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે, આગામી દિવસોમાં રાજ્ય ભરમાં હળવા થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હજુ તો જાણે શરૂઆત થઈ છે ત્યાં જ સૌરાષ્ટ્રમાં ૨૦ %, કરછ માં ૧૭.૫૫% અને દક્ષિણ ગુજરાતમાં ૯% વરસાદ વરસી ગયો છે આજે પણ મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં મન મૂકી ને વરસી રહ્યાં છે.
છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો ડાંગ ંઆહવા ૨૫૦ મીમી,કપરાડાય૨૪૧ મીમી, વઘઇ ૧૯૬ મીમી, સુબીર ૧૮૦ મીમી, ધરમપુર ૧૬૮ મીમી, વાંસદા ૧૬૦ મીમી, ખેરગામ ૧૨૧ મીમી, અને ડોલવણ ૧૦૫ મીમી વરસાદ નોંધાયો છે.
જ્યારે માણસા ૯૮ મીમી, પારડી ૮૯ મીમી, ગોધરા ૮૭ મીમી, વાપી અને ગાંધીનગર ૮૩ મીમી, ચીખલી ૭૫ મીમી , કપડવંજ ૭૨ મીમી, સાગબારા ૭૧ મીમી, તારાપુર અને અમદાવાદ સિટી ૬૪ મીમી, નિઝર ૬૩ મીમી, કઠલાલ ૫૯ મીમી, નડિયાદ ૫૮ મીમી, ઉમરગામ ૫૬ મીમી, વલસાડ ૫૫ મીમી, પ્રાંતિજ ૫૪ મીમી, ખંભાત અને વિજાપુર ૫૨ં૫૨ મીમી, ગણદેવી અને મોરવા હડફ ૫૧ં૫૧ મીમી, ધોળકા ૫૦ મીમી વરસાદ નોંધાયો છે.
તો નવસારી ૪૭ મીમી, વાલોડ અને હિંમત નગર ૪૬ં૪૬ મીમી, ડેડીયાપાડા ૪૫ મીમી, વાસો ૪૩ મીમી, ખેરાલુ અને ઇડર ૪૦૪૦ મીમી, સંખેડા ૩૯ મીમી, કુકરમુંડા ૩૮ મીમી, બાવળા અને છોટાઉદેપુર ૩૭૩૭ મીમી, પાદરા અને માતર ૩૬૩૬ મીમી, બોરસદ, મહેમદાવાદ અને તલોદ ૩૫૩૫ મીમી, કલોલ અને વિસનગર ૩૪૩૪ મીમી, દસકોઈ ૩૩ મીમી, ઉમરપાડા અને દેત્રોજ ૩૨૩૨ મીમી, પેટલાદ ૩૧ મીમી, જેતપુરપાવી, દાંતા અને સતલાસણા ૨૯૨૯ મીમી, ડભોઇ અને વડનગર ૨૭૨૭ મીમી, માંગરોળ, વ્યારા અને મોડાસા ૨૬૨૬ મીમી, નવસારી, બાલાસિનોર અને સાણંદ ૨૫ં૨૫ મીમી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્ય ના ૮૯ તાલુકા ઓ માં ૧ થી ૨૪ મીમી સુધી નો વરસાદ નોંધાયો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
