News of Thursday, 19th June 2025
અગ્રણી સીમેન્ટ કંપની દ્વારા સિંહોના અનામત જંગલની જમીન માઇનીંગ માટે સરકારમાંથી હસ્તગત કરવા કારસો
ગો ગ્રીન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જંગલખાતાના ઉચ્ચ અધિકારીઓને સંબોધી થયેલી વિસ્તૃત રજુઆતમાં આ હિલચાલને સિંહોના સંરક્ષણ માટે અત્યંત જોખમી ગણાવાઇ

ગીરના સિંહો ઉપર ફરીથી એક નવી આફત આવવા માટે તૈયારી કરી રહી છે, સિહો માટે ખૂબ જ અગત્યનું રહેણાંક એવા રાજુલા જાફરાબાદ વિસ્તારના રીઝર્વડ ફોરેસ્ટ એટલે કે અનામત જંગલની જમીન એક મોટી સીમેન્ટ કંપનીને માઇનિંગ માટે આપી દેવાની તજવીજ ગાંધીનગર લેવલ પર પૂર જોશમાં ચાલી રહી છે. આ સામે ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડાના લોઢવા ગામે કાર્યરત ગો ગ્રીન ફાઉન્ડેશન દ્વારા લાલબતી ધરી વન પર્યાવરણ વિભાગના મુખ્ય સચિવશ્રી અને ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન સુધી વિસ્તૃત રજુઆત કરવામાં આવી છે.
લેખીત રજુઆતમાં જણાવાયું છે કે, વર્ષોથી આ અનામત જંગલ સિંહનું ખૂબ જ મહત્વનું ઘર માનવામાં આવે છે. આ ઉપરાંત આ અનામત જંગલ સિંહનો ખૂબ જ અગત્યનો બ્રિડીંગ વિસ્તાર છે એટલે કે સિંહણો નવજાત બચ્ચાને જન્મ આપવા માટે વર્ષોથી આ જંગલનો ઉપયોગ કરી રહી છે.
સિહોનું ઘર અને બ્રિડિંગ ગ્રાઉન્ડ ગણાતી અનામત જંગલની આ જગ્યા જે તે સમયે સરકારે અને વન વિભાગએ વન્યજીવ સંરક્ષણના હેતુ માટેથી આ જમીનને રિઝર્વડ ફોરેસ્ટ ડિકલેર કરી હતી.
હવે પ્રશ્ન એ આવે છે કે કંપની શા માટે અને કયા બહાનાઓ હેઠળ રિઝર્વડ ફોરેસ્ટની આ જમીન માંગી રહી છે?
આધારભૂત સૂત્રોની માહિતી મુજબ એક અગ્રીમ સીમેન્ટ કંપની સરકારમાં એવી દલીલ કરી રહી છે કે માઇનિંગ માટે હવે વધારે જમીન ઉપલબ્ધ નથી..,, એટલે આ અનામત જંગલની જમીન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
પરંતુ સ્થાનિક કક્ષાએ આ વિશે તપાસ કરતા જાણવા મળ્યું છે કે માઇનીંગ માટે ત્યાં ઘણી જ માત્રામાં જમીનો ઉપલબ્ધ છે. પરંતુ આ જમીનો પ્રાઇવેટ માલિકીની છે.
પ્રાઇવેટ માલિકો આ જમીન સીમેન્ટ કંપનીને વેચવા માટે પણ તૈયાર છે પરંતુ જમીન કીમતી હોવાથી જમીનનો ભાવ ઊંચો હોવાથી કંપની આવી જમીનો ખરીદવામાં રસ ધરાવતી નથી.
અનામત જંગલની જમીન મફતના સરકારી ભાવે મળી જાય અને કંપનીને સરવાળે વધુ પ્રોફીટેબિલિટી રહે એ માટેથી સિંહોનું ઘર અને બ્રિડિંગ ગ્રાઉન્ડ ગણાતી આ અનામત જંગલની જમીનને હડપ કરવાનું કાવતરું રચાઇ રહ્યું છે.
સિંહોના ઘર ગણાતી આ જમીનને હડપ કરવા માટે સીમેન્ટ કંપની ઘણા વર્ષોથી પ્રયત્ન કરી રહી છે. લગભગ એકાદ દાયકાથી પણ વધુ સમયથી.
પરંતુ ગીરમાં કામ કરતા બાહોશ અધિકારીઓએ કોઈપણ પ્રકારના રાજકીય દબાણમા કે આર્થિક લાલચમાં આવ્યા વગર બહાદુરી પૂર્વક સિહોના ઘર એવી રીઝર્વડ ફોરેસ્ટની આ જમીનનું રક્ષણ કરેલું છે અત્યાર સુધી.
સિહોના ઘર એવી આ જમીનને કંપનીને આપવા બાબતમાં હું આપણા ગુજરાત રાજ્યના વન્યજીવ સળષ્ટિના સંરક્ષણ માટે સૌથી ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારી એવા ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડનસમક્ષ ગો ગ્રીન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નીચે મુજબના પ્રશ્નો ઉઠાવાયા છે.
૧. જ્યારે સ્થાનિક લેવલ પર સ્થાનિક જાણકાર ક્લાસ વન આઈ એફ એસ ઓફિસરોએ લેખિતમાં અભિપ્રાય આપેલો હોય કે ‘‘આ જમીન સિંહો નું રહેઠાણ છે અને આ જમીન સીમેન્ટ કંપનીને આપવાથી સિંહ સંરક્ષણને મોટું નુકસાન જશે..,,'' તો પછી કંપનીના ઉચ્ચ અધિકારીઓ શા માટે કોન્ફિડન્સથી એવું જણાવી રહ્યા છે કે ટૂંક સમયમાં આ જમીન કંપનીને મળી જવાની છે.?
૨. છેલ્લા એક દસકાથી ઘણા બધા ડીસીએફ, સીસીએફ તેમજ પીસીસીએફ લેવલના અધિકારીઓએ આ રીઝર્વડ ફોરેસ્ટ ની જમીનને પ્રાઇવેટ કંપનીઓના કબ્જામાં નથી જવા દીધી અને સિંહ સંરક્ષણના મુદ્દા પર એથીકલ ઓપિનિયન આપેલા છે તો આપ સાહેબ આટલા બધા અધિકારીઓના ડિસિઝન , વિઝન અને એથીક્સને ઓવરટેક કરશો?
૩. સિહોની વધતી જતી વસ્તી બાબતે આપણે લોકો ગર્વ લઈ રહ્યા છીએ. પરંતુ આપણે સિંહો માટે કોઈપણ નવા રિઝર્વડ ફોરેસ્ટ ડિકલેર નથી કરતા. નવા રિઝર્વડ ફોરેસ્ટ ડિક્લેર કરવા તો દૂરની વાત રહી પરંતુ જે રિઝર્વ્ડ ફોરેસ્ટ અસ્તિત્વ ધરાવે છે અને સિંહોનું ખૂબ જ મહત્વનું ઘર છે એવા રિઝર્વડ ફોરેસ્ટ નું પણ આપશ્રી માઇનિંગ કરવા માંગો છો.?
શું આ છે ગુજરાતનું સિંહ સંરક્ષણ મોડેલ.?
૪. ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન સિંહ સંરક્ષણ બાબતે નવો ઇતિહાસ રચવા માંગો છો.?
છેલ્લા બે ત્રણ દાયકા થી એવું કયારેય સાંભળવામાં આવેલું નથી કે જ્યાં સિંહ નો વસવાટ હોય એવી અનામત જંગલની વન વિભાગ હસ્તકની જમીન પ્રાઇવેટ કંપનીને આપી દીધી હોય.
ગુજરાત વન વિભાગના સારા અધિકારીઓના હિસાબે આજે આપણે સૌ સિંહ સંરક્ષણનો ગૌરવ મહેસુસ કરી શકીએ છીએ.
સિહોના રહેણાક ધરાવતી રીઝર્વડ ફોરેસ્ટ ની જમીન પ્રાઇવેટ કંપનીઓને આપી દેવાના ટ્રેન્ડને પ્રસ્થાપિત કરનાર પાયોનીયર ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન બનવા માંગો છો?
૫.ભૂતકાળમાં એવા ઘણા કિસ્સાઓ જોયેલા છે કે જ્યારે સિહોનું ઘર છીનવાઈ જાય ત્યારે એ પોતાની મર્યાદા મૂકી અને માનવભક્ષી બની જતા હોય છે.
સિહોની જમીન છીનવી અને આંબરડી સફારી પાર્ક બનાવવામાં આવ્યો ત્યારે વિફરેલા સિંહોને કારણે ત્રણ માણસોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
રાજુલા પાસે સોલાર પાર્ક બનતા સિંહોની જમીન છીનવાતા માનવભક્ષી બનેલી સિંહણે ત્રણ બાળકોને મારેલા હતા.
કંપની પાસે આવેલી સિહોની આ જમીન છીનવાતા સિંહો માનવભક્ષી થશે અને માણસોના મળત્યુ થશે તો એના માટે કોણ જવાબદાર હશે?
૬. માઇન્સ પાસે રિઝર્વડ ફોરેસ્ટમાં રહેતા આ સિંહોની વેદના તો તેઓ કઈ રીતે જણાવી શકે?
જો આપણા માલિકીના ઘરમાંથી આપણને આપણા બાળકો અને પરિવાર સહિત રાતોરાત બહાર કાઢી મૂકવામાં આવે તો આપણી શું પરિસ્થિતિ થાય? એવી જ પરિસ્થિતિ આ સિંહોની થશે. સિંહોનું ઘર છીનવાઈ જતા એ બીજા સિંહોના વિસ્તારમાં જશે અને એમાં લડાઈમાં ઘણા બધા સિંહો અને સિંહ બાળના મળત્યુ પણ થશે.
૭. એક તરફ આપણે ઇકોસેન્સીટીવ ઝોનમાં આવેલી ખેડૂતોની જમીનોમાં માઇનિંગની પરમિશન નથી આપતા અને બીજી તરફ આપણે વન વિભાગની જ.. સિંહ માટેની જ..આડકતરી રીતે કહીએ તો સિંહની માલિકીની જ..,જમીનો માઇનીંગ માટે વેચી નાખશું?
તમે સરકારમાં બેસીને ખુદ આવા નિર્ણય લેશોતો ઇકોસેન્સિટીવ ઝોનના કાયદાનું પાલન પબ્લિક શા માટે કરશે??
હુ વિનંતી કરૂ છુ કે, ૧.ગીરની અને ગુજરાતની શાન ગણાતા આ રોયલ એનિમલ નું સંરક્ષણ કરવાની પ્રાથમિક અને મુખ્ય જવાબદારી આપની છે.
કદાચ આપ એના સંરક્ષણમાં વધારો ના કરી શકો તો કંઈ નહીં પરંતુ એને નુકસાન પહોંચે એવા નિર્ણય ન લો એવી અમારી માંગણી છે.
૨. ગીર બળહદગીર કે સિંહો બાબતની કોઈપણ સેન્સિટીવ નિર્ણય લેતા પહેલા એ જુઓ કે છેલ્લા ઘણા દાયકાઓથી બીજા અનેક અધિકારીઓએ શું સ્ટેન્ડ લીધુ છે. આપનું ઉતાવળે લીધેલું એક પણ ભૂલ ભર્યું પગલું ભૂતકાળના અનેક અધિકારીઓએ સિંહ સંરક્ષણ બાબતે કરેલી મહેનત ઉપર પાણી ફેરવી નાખશે.
૩. સિંહ સંરક્ષણ માટેથી ભૂતકાળ ઉપર નજર કરીએ તો જે જે સારા ઉચ્ચ અધિકારીઓ આવેલા છે એમણે સ્થાનિક લેવલ પર ગીરમાં કામ કરતા ક્લાસ વન અને ક્લાસ ટુ ઓફિસરોને કયારેય ખોટી રીતે ખોટા નિર્ણય લેવા માટે દબાણ કરેલું નથી.
આપ પણ ગીરમાં કામ કરતા ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓ ઉપર રાજકીય દબાણ ના આવવા દો.
આ અધિકારીઓને પ્રોટેકટ કરવાની જવાબદારી આપની છે. કારણકે તો જ ગીરનું અને સિંહનું સંરક્ષણ અને સંવર્ધન શકય બનશે.
૪. ૨૦૧૫ નો જી. આર બદલી બળહદ ગિરના સિંહની ખૂબ મોટી નુકસાની કરેલી છે. ગીરના ઇકોસેન્સીટીવ ઝોનમાં હવે ઘણી બધી પ્રવળત્તિઓ બેફામ બનવાની છે.
ખાસ કરીને મોટા મોટા સોલાર પ્રોજેક્ટ ઇકો સેન્સેટીવ ઝોનમાં આવવાના છે. એના માટે ગ્રીન કાર્પેટ શા માટે બીછાવી દીધી છે? ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આપની ઈમેજ એક સારા અધિકારી તરીકેની રહી છે. અમે આશા રાખીએ કે આપ સારા અધિકારી વાઇલ્ડ લાઇફ માટે બનો અને સિંહો માટે બનો.. નહીં કે રાજકીય આગેવાનો માટે અને કંપનીઓ માટે તેવુ રજુઆતના અંતમાં ગો ગ્રીન ફાઉન્ડેશન ટ્રસ્ટના ભગવાન સોલંકીએ લેખિત રજુઆતમાં જણાવ્યુ છે.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
