News of Friday, 20th June 2025
સુરતમાં ધો- 9માં અભ્યાસ કરતા 16 વર્ષીય વિધાર્થીએ પોતાના જન્મ દિવસે જ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
પિતા દીકરાના જન્મદિવસ નિમિતે કેક લઈને ઘરે પહોંચ્યા ત્યારે દીકરો ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો :વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ

સુરત શહેરમાં ધોરણ 9માં અભ્યાસ કરતા 16 વર્ષીય વિધાર્થીએ પોતાના જ જન્મ દિવસે જ આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું. પિતા દીકરાના જન્મદિવસ નિમિતે કેક લઈને ઘરે પહોંચ્યા હતા. ત્યારે દીકરો ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચોકી ઉઠ્યા હતા. હાલ વિદ્યાર્થીના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો
મળતી માહિતી મુજબ મૂળ ઓડીસ્સાના વતની અને હાલમાં સુરતના ભેસ્તાન સ્થિત વિજય લક્ષ્મી નગરમાં વિનોદભાઈ પ્રધાન પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની, એક દીકરો અને દીકરી છે. વિનોદભાઈ મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમનો 16 વર્ષીય દીકરો આશુતોષ હાલમાં ધોરણ 8 પાસ કરીને ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. ગતરોજ આશુતોષનો જન્મ દિવસ હોવાથી પરિવારમાં ખુશીનો માહોલ હતો. બીજી તરફ સાંજે તેના પિતા ઘરે કેક લઈને પહોચ્યા હતા. જો કે ત્યાં તેમનો દીકરો ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પિતાએ બુમાબુમ કરતા ત્યાં પાડોશીઓ એકઠા થઇ ગયા હતા.
આ બનાવની જાણ થતા ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ વિદ્યાર્થીના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. પોલીસ તપાસ બાદ જ કારણ સામે આવી શકશે. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. વધુમાં તેની બહેન નર્સ તરીકે નોકરી કરે છે તે નોકરી પર હતી અને માતા-પિતા કેક લેવા ગયા હતા. તે દરમ્યાન એકલતામાં વિદ્યાર્થીએ આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું હતું.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
