<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

શ્રી એમ આર વિદ્યાલય રાજપીપલા શાળામાં તાલુકા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : 21 જૂન 2025 સમય સવારે 6 થી 8:30 વાગ્યા સુધી વિશ્વ યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી રાજેન્દ્ર હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા નિહાળવામાં આવ્યો હતો.
યોગ દિવસે નાંદોદ તાલુકાના તાલુકા પ્રમુખ વનિતાબેન વસાવા મામલતદાર ચૌધરી મેડમ તાલુકા વિકાસ અધિકારી પઠાણ આરોગ્ય વિભાગના કર્મચારી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના દલસાણીયા સાહેબ શાળા પરિવારનો સ્ટાફ શાળાના 960 જેવા વિદ્યાર્થીઓ તથા અન્ય અધિકારી કર્મચારી અને ગામના આમંત્રિત વાલીગણ સજ્જનો અને વડીલો હાજર રહ્યા હતા રાજપીપલા યોગ પરિવારના તજજ્ઞો દ્વારા વિવિધ 21 થી 30 પ્રકારના યોગ અને ધ્યાન કરવામાં આવ્યું અને મહત્વ સમજાવવામાં આવ્યું શાળાના આચાર્ય દ્વારા આમંત્રિત તમામ અધિકારી પદાધિકારી વાલીગણ મહેમાનો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ હતો.


 

(9:47 PM IST)